Philippines: સૈન્ય પ્લેન ક્રેશ થયા બાદ લાગી આગ, 17 લોકોનાં મોત, 40 લોકોને બચાવાયા

પ્લેન જિલો દ્વીપ પર લેન્ડ કરતી વખતે ક્રેશ થયું. (તસવીર- @AlertsPea)

Philippine Military Plane Crash: પ્લેન જિલો દ્વીપ પર લેન્ડ કરતી વખતે ક્રેશ થયું, પ્લેન જમીન પર પટકાતાં તેમાં આગ લાગી ગઈ

  • Share this:
    કોટોબેટો. ફિલીપાઇન્સ (Philippines)માં રવિવાર સવારે એક મોટું દુર્ઘટના સર્જાઈ છે. અહીં એક સૈન્ય પ્લેન ક્રેશ (Plane Crash) થઈ ગયું હોવાની જાણકારી સામે આવી છે. મળતી માહિતી મુજબ, જે સમયે દુર્ઘટના થઈ ત્યારે પ્લેનમાં 85 લોકો સવાર હતા. ફિલીપાઇન્સના સૈન્ય પ્રમુખ સિરિલિટો સોબેજના (Cirilito Sobejana)એ જાણકારી આપતાં કહ્યું કે, દુર્ઘટના (Philippines Military Plane Crash) દક્ષિણ ફિલીપાઇન્સમાં બની છે.  મીડિયા રિપોર્ટસ મુજબ, દુર્ઘટનામાં 17 લોકોનાં મોત થયા છે, જ્યારે 40 લોકોને અત્યાર સુધીમાં સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

    મળતી જાણકારી મુજબ, ફિલીપાઇન્સની વાયુસેના (PAF)નું C-130 પ્લેન જેમાં 85 લોકો સવાર હતા, રવિવાર સવારે પાટીકુલ સુલૂની પાસે દુર્ઘટનાનું શિકાર થઇ ગયું. અહેવાલ છે કે પ્લેન જ્યરે સુલુ પ્રાંતમાં જિલો દ્વીપ પર લેન્ડ કરવાનું પ્રયાસ કરી રહ્યું હતું, તે સમયે પ્લેનમાં આગ લાગી ગઈ. પ્લેન જમીન પર પડ્યા બાદ આગના ગોળામાં ફેરવાઈ ગયું.

    આ પણ જુઓ, PHOTOS: સ્પીડ બ્રેકર પર ઉછળી કાર, આગળ જતી કારને મારી જોરદાર ટક્કર

    પ્લેન ક્રેશ થયાની માહિતી મળતાં જ ત્યાં પહોંચેલા અધિકારીઓએ આગ પર કાબૂ મેળવવાનું કામ શરૂ કરી દીધું. અત્યાર સુધીમાં પ્લેનમાંથી 15 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. એવી જાણકારી હજુ સુધી નથી મળી કે પ્લેન દુર્ઘટનાગ્રસ્ત કેમ થયું. હાલ પ્લેનની અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન (Rescue Operation) હાથ ધરવામાં આવી રહ્યું છે.

    આ પણ જુઓ, Smriti Mandhana બની ‘સુપરવુમન’, હવામાં ઉડીને પકડ્યો જોરદાર કેચ, Video જીતી લેશે દિલ

    સૈન્ય પ્રમુખ સિરિલિટો સોબેજનાએ કહ્યું કે, રાહત અને બચાવ ટીમના લોકો દુર્ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે અને અમે પ્રાર્થના કરી રહ્યા છીએ કે વધુમાં વધુ લોકોના જીવ બચી જાય. સરકારી દળો સુલુના મુસ્લિમ બહુમતી ધરાવતા પ્રાંતમાં અબુ સય્યાક આતંકવાદીઓ વિરુદ્ધ દશકોથી લડી રહ્યા છે. સોબેજાનાએ સંવાદદાતાઓને કહ્યું કે, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. પ્લેન રનવે પર ન ઉતરી શક્યું. પાઇલટે તેના પર ફરીથી નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે એવું ન કરી શક્યો અને પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું.
    Published by:Mrunal Bhojak
    First published: