Home /News /national-international /અરુણાચલ પ્રદેશમાં મોટો અકસ્માત, સિયાંગ જિલ્લામાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ; બચાવ ટીમ રવાના થઈ
અરુણાચલ પ્રદેશમાં મોટો અકસ્માત, સિયાંગ જિલ્લામાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ; બચાવ ટીમ રવાના થઈ
અરુણાચલ પ્રદેશમાં મોટો અકસ્માત, સિયાંગ જિલ્લામાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ; બચાવ ટીમ રવાના થઈ
અરુણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લામાં આજે શુક્રવારે એક મોટો અકસ્માત સર્જાયો છે. સિયાંગ જિલ્લાના સિંગિંગ ગામ પાસે આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ સ્થળ ટુટિંગ હેડક્વાર્ટરથી 25 કિમીના અંતરે આવેલું છે, જ્યાં અકસ્માત થયો હતો. ગુવાહાટીના ડિફેન્સ PROએ માહિતી આપી હતી કે, રેસ્ક્યૂ ટીમને રવાના કરી દેવામાં આવી છે અને જે જગ્યાએ અકસ્માત થયો છે તે રોડથી કનેક્ટ નથી. હાલમાં આમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
ઇટાનગરઃ અરુણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લામાં આજે શુક્રવારે એક મોટો અકસ્માત સર્જાયો છે. સિયાંગ જિલ્લાના સિંગિંગ ગામ પાસે આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ સ્થળ ટુટિંગ હેડક્વાર્ટરથી 25 કિમીના અંતરે આવેલું છે, જ્યાં અકસ્માત થયો હતો. ગુવાહાટીના ડિફેન્સ PROએ માહિતી આપી હતી કે, રેસ્ક્યૂ ટીમને રવાના કરી દેવામાં આવી છે અને જે જગ્યાએ અકસ્માત થયો છે તે રોડથી કનેક્ટ નથી.
હાલમાં આર્મીનું કયું હેલિકોપ્ટર ક્રેશ થયું છે અને તેમાં કેટલા લોકો હતા તેની માહિતી સામે આવી નથી. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે, સેનાએ બચાવ અભિયાન શરૂ કરી દીધું છે. હાલ આ ઘટના અંગે વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.
તમને જણાવી દઈએ કે, આ પહેલા 12 ઓક્ટોબરે ભારતીય નૌકાદળનું એક મિગ-29K એરક્રાફ્ટ ટેક્નિકલ ખામીના કારણે ગોવાના કિનારે ક્રેશ થયું હતું. જોકે, આ વિમાનનો પાયલોટ બચી ગયો હતો અને નૌકાદળના મુખ્યાલયે ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા. તમને જણાવી દઈએ કે, 'MiG-29K' એ રશિયન સ્પેસ એવિએશન કંપની મિકોયાન (MiG) દ્વારા વિકસિત ફાઈટર એરક્રાફ્ટ છે. ભારતીય નૌસેનાએ એક દાયકા પહેલા રશિયા પાસેથી લગભગ 2 અબજ યુએસ ડોલરમાં 45 'મિગ-29કે' વિમાન ખરીદ્યા હતા.
નેવીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, મિગ-29કે એરક્રાફ્ટ ગોવામાં સમુદ્ર ઉપર નિયમિત ઉડાન ભરી રહ્યું હતું અને નૌકાદળના બેઝ પર પરત ફરતી વખતે તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો અને તરત જ શોધ અને બચાવ કામગીરી દ્વારા તેને શોધી કાઢવામાં આવ્યો હતો. ઘટનાનું કારણ જાણવા માટે તપાસ બોર્ડની રચના કરવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર