Home /News /national-international /

Baramulla Encounter: શરીર પર કેમેરા લગાવી CRPF જવાનો પર હુમલો કરી રહી રહ્યા આતંકી, Video જાહેર કરી દર્શાવી તાકાત

Baramulla Encounter: શરીર પર કેમેરા લગાવી CRPF જવાનો પર હુમલો કરી રહી રહ્યા આતંકી, Video જાહેર કરી દર્શાવી તાકાત

પ્રતિકાત્મક તસવીર

આતંકી સંગઠનો હવે ભારતીય સેનાની સાથે થયેલા એન્કાઉન્ટરના લાઇવ વીડિયો પણ જાહેર કરવા લાગ્યા

  શ્રીનગરઃ છેલ્લા થોડાક વર્ષોથી જોવા મળી રહ્યું છે કે જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)નો કોઈ યુવાન ગુમ થઈ જાય છે અને કલાકો બાદ સોશિયલ મીડિયા (Social Media) પર તેની એક તસવીર વાયરલ કરવામાં આવે છે. આ તસવીરમાં ગુમ યુવાન એક રાઇફલની સાથે જોવા મળે છે અને જણાવે છે કે તે આતંકી સંગઠન (Terrorist Organization)માં જોડાઈ ગયો છે. સોશિયલ મીડિયા પર આ પ્રકારની તસવીરો વાયરલ કરી ડર ફેલાવનારા આતંકી સંગઠન હવે ભારતીય સેનાની સાથે એન્કાઉન્ટરના લાઇવ વીડિયો પણ જાહેર કરવા લાગ્યા છે. આતંકીઓને લાગે છે કે તેઓ આ પ્રકારથી ડરનું વાતાવરણ ઊભું કરી શકશે.

  હાલમાં જ આતંકવાદીઓએ બારામૂલાના ક્રેરી વિસ્તારમાં થયેલા આતંકી એન્કાઉન્ટરનો વીડિયો સોશિયલ મીડિયા પર જાહેર કર્યો છે. નોંધનીય છે કે, આ એન્કાઉન્ટરમાં પાંચ સુરક્ષાકર્મી શહીદ થયા હતા, જ્યારે ત્રણ આતંકવાદી ઠાર મરાયા હતા. વીડિયોના માધ્યમથી આતંદવાદી દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તેઓ ગોરિલ્લા હુમલામાં કેટલી હદે માહેર છે.

  કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાંથી આતંકવાદીઓનો સફાયો થયા બાદથી અકળાયેલી પાકિસ્તાની ઇન્ટેલિજન્સી એજન્સી આઈએસઆઇએ કાશ્મીરમાં નવું આતંકી સંગઠન ઊભું કરવાનું શરૂ કરી દીધું છે. કાશ્મીરમાં ઉછરી રહેલા નવા આતંકી સંગઠનનું નામ પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ (PAFF) છે. આ લશ્કર-એ-તૈયબાનું જ સંગઠન છે, જેણે હાલમાં બારામૂલામાં થયેલા આતંકવાદી હુમલાનો વીડિયો જાહેર કર્યો છે. વીડિયોમાં કથિત રીતે ત્રણ આતંકવાદીઓને સીઆરપીએફની ટીમ પર હુમલો કરતાં દર્શાવવામાં આવ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આતંકી એક બગીચામાં છુપાયેલા છે અને સીઆરપીએફની ટીમ પર સતત નજર રાખી રહ્યા છે.

  આ પણ વાંચો, બેરોજગારોને મોદી સરકારની ભેટ! 3 મહિના સુધી મળશે અડધો પગાર, જાણો કેવી રીતે મળશે ફાયદો

  ત્રણેય આતંકી વૃક્ષો પાછળથી બહાર આવે છે અને સુરક્ષા દળો પર સતત ફાયરિંગ કરે છે. તેઓ ત્યાં સુધી ફાયરિંગ કરતા રહે છે, જ્યાં સુધી તેઓ તે એ સ્થળ સુધી ન પહોંચી જાય જ્યાં સુરક્ષાદળના વાહનો તૈનાત હોય છે. વીડિયો તૈયાર કરવા માટે એક આતંકીએ કેમેરા પોતાના શરીરી પર લગાવેલો છે. બે આતંકવાદી સતત ફાયરિંગ કરી રહ્યા છે જ્યારે ત્રીજો આતંકવાદી પાછળથી કવર ફાયર કરી રહ્યો છે. આ વીડિયોને જાહેર કરતાં પહેલા તેમાં ગીત અને સ્પેશલ ઇફેક્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પાંચ મિનિટના આ વીડિયોમાં બે સીઆરપીએફના જવાનને ગોળી વાગે છે. ત્યારબાદથી સ્પષ્ટ નથી થતું કે વાહનની પાસે પહોંચ્યા બાદ શું થાય છે. વીડિયોના અંતમાં એક જવાન થાવો કહીને બૂમ પાડે છે, જેનો અર્થ છે રોકાઈ જાઓ.


  આ પણ વાંચો, કેટલી ઘાતક છે ચીનની સ્કાઇ થન્ડર વેપન સિસ્ટમ, જેને કારણે ઊભો થયો છે નવો ખતરો

  પોલીસે ટ્વિટ કરીને કહ્યું- આતંકીઓના ઉદ્દેશ્ય સફળ નહીં થવા દઈએ

  આ વીડિયોને જોયા બાદ પોલીસે ટ્વિટ કરીને કહ્યું છે કે, હુમલાના આ વીડિયો જાહેર કીર આતંકવાદી ઉગ્રવાદને પ્રોત્સાહન આપવા માંગે છે પરંતુ તેઓ આવું કરી નહીં શકે. અમે તેમના હુમલાનો જવાબ આપી દીધો છે. અમે 72 કલાકની અંદર જ તેમના ટૉપ કમાન્ડર સજ્જાદ ઉર્ફ હૈદર, એફટી તૈમૂર ખાન ઉર્ફ અબૂ ઉસ્માન, નસીર અને એફટી અલી ભાઈને ઠાર માર્યા છે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Jammu and kashmir, Social media, Terrorist Encounter, આતંકવાદી હુમલો, આતંકી, જમ્મુ, વાયરલ વીડિયો

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन