પુલવામા આતંકી હુમલા બાદ દુનિયાભરમાં ઘેરાયેલા પાકિસ્તાન ફરી એક વાર મુશ્કેલીમાં મૂકાયું છે. ભારત દ્વારા પાકિસ્તાનમાં ચાલી રહેલા આતંકી કેમ્પો પર એરસ્ટ્રાઇક કર્યા બાદ અમેરિકાએ ફરી એકવાર પાકિસ્તાનનો ઊધડો લીધો છે. અમેરિકન વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે પાકિસ્તાનને તેની જમીન પર ઉછરી રહેલા આતંકીઓ વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ.
અમેરિકન વિદેશ મંત્રાલય તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત તરફથી લેવામાં આવેલા એક્શન બાદ વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ સાથે વાત કરી. તેઓએ બંનેને અપીલ કરી છે કે ક્ષેત્રમાં શાંતિ કાયમ રાખે.
US Secy of State Mike Pompeo: I spoke to Pakistani Foreign Minister Shah Mehmood Qureshi to underscore the priority of de-escalating current tensions by avoiding military action and the urgency of Pakistan taking meaningful action against terrorist groups operating on its soil. pic.twitter.com/CvsZLCLOVZ
અમેરિકન વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાનને તેની જમીન પર ચાલી રહેલા આતંકી કેમ્પોને તાત્કાલિક ખતમ કરવા જોઈએ. અમેરિકાએ અપીલ કરી છે કે બંને દેશ કોઈ રીતે સૈન્ય કાર્યવાહી ન કરે અને શાંતિ રાખે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ અનેકવાર અમેરિકા પાકિસ્તાનને ચેતવણી આપી ચૂક્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પાકિસ્તાનને આપવામાં આવતી મદદ ઉપર પણ રોક લાગી ચૂકી છે. પરંતુ પાકિસ્તાન સુધરવાનું નામ જ નથી લઈ રહ્યું.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર