પોતાના પાલતુ પ્રાણીને વેચીને મજૂરોએ ખરીદી પ્લેનની ટિકિટ, ફ્લાઇટ કેન્સલ થતા મુંબઇમાં ફસાયા

News18 Gujarati
Updated: May 27, 2020, 3:12 PM IST
પોતાના પાલતુ પ્રાણીને વેચીને મજૂરોએ ખરીદી પ્લેનની ટિકિટ, ફ્લાઇટ કેન્સલ થતા મુંબઇમાં ફસાયા
ફસાયેલા પ્રવાસી મજૂર

  • Share this:
કોરોના વાયરસની મહામારીના કારણે દેશમાં 64 દિવસનું લોકડાઉન છે. લોકડાઉનમાં ફસાયેલા લોકોને ઘરે પાછા મોકલવા માટે સરકારે કેટલાક દિવસ પહેલા જ ટ્રેન સેવા શરૂ કરી છે. 25 મેથી ડોમેસ્ટિર ફ્લાઇ્ટસ પણ પરી ચાલી કરવામાં આવી છે. પમ છેલ્લો સમયે કોઇ કારણ જણાવ્યા વગર ફ્લાઇટ્સ કેન્સલ થવાની ખબરો પણ આવી છે. જેના કારણે યાત્રીઓને ખાસી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મુંબઇમાં ફસાયેલા ત્રણ મજૂરો સાથે પણ કંઇક આવું જ થયું

બંગાળમાં રહેતા ત્રણ મજૂરોએ મુંબઇથી ઘરે પાછા ફરવા માટે ટ્રેનની ટિકટ ખરીદવા માટે ખૂબ મહેનત કરી. પણ કંફર્મ ટિકટ ના મળી. છેવટે મજૂરોએ પાળતૂ પ્રાણીને વહેંચીને ઇન્ડિગોને ટીકિટ ખરીદી હતી. તે 25 મેના રોજ ફ્લાઇટથી મુર્શિદાબાદ પહોંચવાના હતા. જો કે યાત્રાના થોડા કલાક પહેલા જ ઇન્ડિગોએ મુંબઇ-કોલકત્તા ફ્લાઇટને કેન્સલ કરી. તેવામાં આ મજૂરો મુંબઇ એરપોર્ટ પણ ફસાઇ ગયા.


ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની એક રિપોટરે આ મામલાને પોતાના ટ્વિટર પેજ પર શેર કર્યું હતું. જાણવા મળ્યું છે તે તેમણે ફ્લાઇટની ટિકિટ માટે પાળતૂ પ્રાણીને વેચ્યા. અને 10 હજાર જેટલા રૂપિયા મેળવ્યા. જે પછી અહીં તહીંથી પૈસા માટે 30,600ની ત્રણ ટિકિટ ખરીદી હતી. સોમવારે જ્યારે તે ફ્લાઇટ પકડવા મુંબઇ એરપોર્ટ પહોંચ્યા તો તેમની ફ્લાઇટ કેન્સલ થઇ ચૂકી હતી. અને તેમણે તેનો રિફંટ પણ ના મળ્યો. મુંબઇ એરપોર્ટ પર આ મજૂરોનો ફોટો સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. યુઝર્સને આ અંગે અલગ અલગ પ્રતિક્રિયા આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે લોકડાઉનમાં સૌથી વધુ જો કોઇને ભોગવવાનું આવ્યું છે તે તે છે મજૂરો. મુંબઇમાં કામ બંધ થઇ જવાથી અનેક મજૂરો અહીં અટવાઇને પડ્યા છે. તેમાં ખાસ કરીને બંગાળ, બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશના મજૂરોને ભોગવવાનું આવ્યું છે.
First published: May 27, 2020, 3:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading