રાજસ્થાનના બીકાનેર પાસે ગામડામાં MIG 21 ફાઇટર પ્લેન ક્રેશ, પાયલટ સુરક્ષિત

 • Share this:
  રાજસ્થાનના બીકાનેર પાસે આવેલા એક ગામમાં MIG 21 ફાઇટર પ્લેન ક્રેશ થયું છે. સ્થાનિક રિપોર્ટ પ્રમાણે આ પ્લેન બીકાનેરના શોભાસર ગામ પાસે ક્રેશ થયું છે. શોભાસર ગામના લોકોએ પ્લેનમાંથી નીકળતો ધૂમાળો જોતા પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ ફાયર ફાયટરને જાણ કરવામાં આવી હતી.

  રાજસ્થાનના બીકાનેરમાં ભારતીય વાયુ સેનાનું એક લડાકુ વિમાન ક્રેશ થયું છે. બીકાનેરમાં આ દુર્ઘટના નાલ એરબેસ પાસે બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ગ્રામજનોએ જણાવ્યું કે તેઓએ પ્લેનમાંથી પાયલટ પેરાશૂટમાંથી ઉતરતો જોયો હતો તથા પ્લેન ક્રેશ થયા બાદ ધૂમાડો નિકળતો જોયો હતો. બીકાનેરના જિલ્લા ક્લેક્ટરે દુર્ઘટનાની પુષ્ટી કરી બચાવદળને જાણ કરી હતી.

  અહીં ક્લિક કરી વાંચોઃ સિદિ સમાજનાં બાળકો માટે ખાસ સિદિ ખેલ પ્રતિભા કસોટી યોજાશે

  ઉલ્લેખનીય છે કે ગત વર્ષે નવેમ્બરમાં તેલંગણાના યાદાદ્રી-ભુવનગિરી જિલ્લામાં ભારતીય વાયુસેનાના એક પ્રશિક્ષણ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું.. વાયુસેનાના હાકિમપેટ હવાઇ અડ્ડા પરથી રવાના થયેલું આ વિમાન અંદાજે 11 વાગ્યે ખુલ્લા વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ઘટનામાં પાયલટને પગમાં ઇજા થઇ હતી.
  Published by:Sanjay Vaghela
  First published: