Home /News /national-international /World’s First Green Flight: વિશ્વની પહેલી ગ્રીન ફ્લાઇટની પહેલી ઉડાન, 10 હજાર કિલો સુધીનું કાર્બન ઉત્સર્જન અટકાવ્યું! વાંચો આ કઈ રીતે થયું
World’s First Green Flight: વિશ્વની પહેલી ગ્રીન ફ્લાઇટની પહેલી ઉડાન, 10 હજાર કિલો સુધીનું કાર્બન ઉત્સર્જન અટકાવ્યું! વાંચો આ કઈ રીતે થયું
World’s First Green Flight: આ ઐતિહાસિક ઉડાન માટે દરેક સ્તર પર વિમાનની કાર્બન ફૂટપ્રિન્ટ (Carbon Footprint) ઘટાડવા માટે વ્યવસ્થા કરવામાં આવી. તેણે એક દિવસમાં 10 હજાર કિલો સુધીનું કાર્બન ઉત્સર્જન (Carbon Emission) અટકાવ્યું.
World’s First Green Flight: આ ઐતિહાસિક ઉડાન માટે દરેક સ્તર પર વિમાનની કાર્બન ફૂટપ્રિન્ટ (Carbon Footprint) ઘટાડવા માટે વ્યવસ્થા કરવામાં આવી. તેણે એક દિવસમાં 10 હજાર કિલો સુધીનું કાર્બન ઉત્સર્જન (Carbon Emission) અટકાવ્યું.
જેદ્દા. દુનિયાની પહેલી ગ્રીન ફ્લાઇટ (World’s First Green Flight)એ ગુરુવારે પહેલી ઉડાન ભરી. સાઉદી અરેબિયાના જેદ્દાથી સ્પેનની સેન્ટ્રલ રાજધાની મેડ્રિડ વચ્ચે આ ઐતિહાસિક ઉડાન નોંધાઈ હતી, જેના ઘણાં ભારતીયો પણ ભાગ બન્યા હતા. આ ફ્લાઇટનો જળવાયુ પરિવર્તન (Climate Change) રોકવાને લઇને દુનિયાની પહેલી ગ્રીન ફ્લાઇટ તરીકે રેકોર્ડ નોંધાયો છે.
આ ફ્લાઇટ માટે દરેક સ્તર પર વિમાનની કાર્બન ફૂટપ્રિન્ટ (Carbon Footprint) ઘટાડવા માટે વ્યવસ્થા કરવામાં આવી. તેમાં યાત્રીઓના બેગેજથી લઇને તેમની ખાણીપીણીની પહેલાંથી જ ચોક્કસ માહિતી નોંધવામાં આવી. આ ઉડાને એક દિવસમાં 10 હજાર કિલો સુધીનું કાર્બન ઉત્સર્જન (Carbon Emission) અટકાવ્યું.
ફ્લાઇટમાં પેસેન્જર્સને ક્લાઈમેટ ચેન્જના જોખમથી બચાવવા માટે ગ્રીન પોઇન્ટ્સ આપવામાં આવ્યા. આ પોઇન્ટ્સનો ઉપયોગ પેસેન્જર આગામી ઉડાનમાં કરી શકશે. મુસાફરોને પહેલા જ પૂછવામાં આવ્યું કે તેઓ કેટલા કિલો સામાન લઈને આવશે. જો કોઈ મુસાફર 7 કિલો ઓછું વજન લઈને આવે છે, તો તેને 700 પોઇન્ટ્સ આપવામાં આવ્યા. પહેલા દરેક મુસાફરને ફ્લાઇટમાં 23-23 કિલોના બે બેગ લઈ જવાની મંજૂરી હતી.
કઈ રીતે ઘટ્યું કાર્બન ઉત્સર્જન
10 કલાકની ફ્લાઇટમાં 7 કિલો વજન ઓછું થઈ જવાથી 36 કિલો કાર્બન ડાયઓક્સાઈડ (CO2) ઓછો નીકળે છે. જો 200 પેસેન્જર્સે પોતાનું એટલું જ વજન ઓછું કર્યું, તો એક જ ઉડાનથી 7200 કિલો કાર્બન ઓક્સાઈડ બનવાથી અટકી ગયું. આ જ રીતે ફૂડની વાત કરીએ તો, શાકાહારી અને ઓર્ગેનિક વિકલ્પ પસંદ કરવા પર વધુ ગ્રીન પોઇન્ટ્સ આપવામાં આવ્યા, જ્યારે માંસાહારી પેસેન્જરોને ઓછા ગ્રીન પોઈન્ટ મળ્યા.
જણાવી દઈએ કે વિશ્વ પાસે ક્લાઈમેટ ચેન્જ (Climate Change)નો સામનો કરવાની તક સતત ઘટી રહી છે. ભારત (India) દુનિયામાં ત્રીજો સૌથી મોટો કાર્બન ઉત્સર્જક દેશ છે. એવામાં ભારત માટે જરૂરી છે કે તે ગ્રીન ઇનિશિયેટિવ હેઠળ કાર્બન ઉત્સર્જનને ઘટાડીનેને 1.5 ડિગ્રી તાપમાનના પર્યાવરણના લક્ષ્યને હાંસલ કરવા માટે પોતાની વિકાસની યોજનાઓને તૈયાર કરે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર