Home /News /national-international /ઈસ્તાંબુલ બોમ્બ બ્લાસ્ટ બાદ તુર્કીએ લીધો લોહીયાળ બદલો, સીરિયાના કેટલાય શહેરો પર કર્યો હવાઈ હુમલો

ઈસ્તાંબુલ બોમ્બ બ્લાસ્ટ બાદ તુર્કીએ લીધો લોહીયાળ બદલો, સીરિયાના કેટલાય શહેરો પર કર્યો હવાઈ હુમલો

bomb blast in syria

ન્યૂઝ એજન્સી એએફપીના એક સમાચાર મુજબ ઈસ્તાંબુલમાં ગત રવિવારે થયેલા ઘાતક બોમ્બ વિસ્ફોટ માટે કુર્દિસ્તાન વર્કર્સ પાર્ટીને દોષિત ઠેરવ્યા બાદ થોડી દિવસોમાં તુર્કીએ આ હુમલો કર્યો હતો.

    અલેપ્પો (સીરિયા): ઈસ્તાંબૂલમાં બોમ્બ ધમાકાની ધટના બાદ તુર્કીએ ઉત્તરી સીરિયાના કેટલાય કુર્દ વિસ્તારોમાં બોમ્બમારો કર્યો છે. કહેવાય છે કે, કુર્દિશ મિલિશિયાના કબ્જાવાળા કોબાને સહિત કેટલાય શહેરો પર તુર્કીએ હવાઈ હુમલા કર્યા હોવાની વિગતો મળી રહી છે. કુર્દ નેતૃત્વવાળી સેના અને બ્રિટન સ્થિતિ એક દેખરેખ રાખતા ગ્રુપે કહ્યું કે, તુર્કીએ શનિવારે મોડી રાતે કોબાને શહેર સહિત ઉત્તરી સીરિયાના કેટલાય કુર્દ શહેરો પર હવાઈ હુમલા કર્યા હતા.

    આ પણ વાંચો: યુક્રેનમાં ભારતીય દૂતાવાસે જાહેર કરી નવી એડવાઈઝરી, કહ્યું- જલ્દીથી દેશ છોડી દો. રશિયાએ વ્યક્ત કર્યો

    ન્યૂઝ એજન્સી એએફપીના એક સમાચાર મુજબ ઈસ્તાંબુલમાં ગત રવિવારે થયેલા ઘાતક બોમ્બ વિસ્ફોટ માટે કુર્દિસ્તાન વર્કર્સ પાર્ટીને દોષિત ઠેરવ્યા બાદ થોડી દિવસોમાં તુર્કીએ આ હુમલો કર્યો હતો. કુર્દ નેતૃત્વવાલી સીરિયન ડેમોક્રેટિક ફોર્સેસના પ્રવક્તા ફરહાદ શમીએ ટ્વીટ કર્યું છે, જે કોબાને શહેરે આઈએસઆઈએસને હરાવ્યું હતું, તુર્કીના વિમાનઉસ પર અંધાધૂંધ બોમ્બ બ્લાસ્ટ કરી રહ્યું છે. તુર્કી એસડીએફના મુખ્ય ઘટક કુર્દ પીપુલ્સ પ્રોટેક્શન યૂનિટ્સને પ્રતિબંધિત પીકેકેને જ હાલનો વિસ્તાર માનવામાં આવે છે.



    શમીએ કહ્યું કે, ઉત્તરી પ્રાંત અલેપ્પો અને ઉત્તર-પૂર્વી પ્રાંત હસાકેહમાં બે ગાઢ વસ્તીવાળા ગામ પર તુર્કીએ હવાઈ હુમલો કર્યો હતો. જ્યારે બ્રિટનમાં આવેલા સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યૂમન રાઈટ્સે જણાવ્યું છે કે, તુર્કી સેનાએ બંને પ્રાંતોમાં 20થી વધારે હવાઈ હુમલા કર્યા. આ ગ્રુપની પાસે સીરિયા ભરમાં સંપર્કોનું એક મોટુ નેટવર્ક છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Turkey, સીરિયા

    विज्ञापन
    विज्ञापन