અબુ ધાબીના પ્રિન્સે મોદીને ગણાવ્યાં મિત્ર, ભારત યુએઈ વચ્ચે 5 કરાર

News18 Gujarati
Updated: February 11, 2018, 10:12 AM IST
અબુ ધાબીના પ્રિન્સે મોદીને ગણાવ્યાં મિત્ર, ભારત યુએઈ વચ્ચે 5 કરાર

  • Share this:
વડાપ્રધાન નરેન્દ્રમોદીએ શહજાદા મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાન સાથે અનેક વિષયો પર વાતચીત કરી અને આ દરમિયાન બંન્ને દેશો વચ્ચે પાંચ કરાર પર પણ હસ્તાક્ષર કરાયા.

મોદી ત્રણ દિવસની યાત્રાના બીજા ચરણમાં જોર્ડનથી અહીંયા પહોંચ્યા હતાં. વિમાન મથકે પણ અબુ ધાબીના શહેજાદા અને તેમના પરિવારે મોદીનું સ્વાગત કર્યુ. મોદીએ તેમના સ્વાગત માટે શહેજાદાનો આભાર માન્યો અને કહ્યું કે તેમની યાત્રાની ભારત યુએઈ પર સકારાત્મક અસર પડશે.

ભારતીય દૂતાવાસથી અપાયેલ એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે ઈન્ડિયન કંસોર્ટિયમ (ઓવીએલ,બીપીઆરએલ અને આઈઓસીએલ) તથા અબુ ધાબી નેશનલ ઓયલ કંપની (એડીએનઓસી) વચ્ચે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં.જેમાં કહેવામાં આવ્યું કે આ યુએઈના અપસ્ટ્રીમ ઓયલ સેક્ટરમાં પહેલું ભારતીય રોકાણ છે. આ ઉપરાંત શ્રમશક્તિ,રેલવે તથા આર્થિક ક્ષેત્રમાં બંન્ને દેશો વચ્ચે કરાર કરવામાં આવ્યાં. મોદીએ અબુ ધાબીના પ્રિન્સે આયોજીત કરાયેલ જમણમાં પણ હાજરી આપી.

અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના મિત્ર ગણાવ્યા. આ દરમ્યાન તેમણે કહ્યું કે આ પીએમ મોદીના બીજા ઘરની જેમ જ છે.અબુ ધાબીમાં મીડિયા સાથે વાતચીત કરતાં વિદેશ સચિવ વિજય ગોખલે એ કહ્યું કે ક્રાઉન પ્રિન્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક મિત્ર ગણાવ્યા. તેમણે કહ્યું કે અબુ ધાબી મોદી માટે બીજું ઘર છે. ગોખલે એ કહ્યું કે આ બધામાં ખાસ વાત એ હતી કે જ્યારે તેમણે કેટલાંય અવસર પર કહ્યું કે યુઇએ (સંયુકત અરબ અમીરાત)ને બનાવામાં ભારતીયોનું યોગદાન છે, જેના અબુધાબીના દરેક નાગરિક પ્રશંસા કરે છે.

 
First published: February 11, 2018, 9:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading