Home /News /national-international /

મોંઘા ડિઝલ દ્વારા ભારત અમેરિકા પાસેથી આવી રીતે કરે છે કમાણી!

મોંઘા ડિઝલ દ્વારા ભારત અમેરિકા પાસેથી આવી રીતે કરે છે કમાણી!

    પેટ્રોલ ડીઝલની વધતી કિંમતો સામાન્ય માણસના ખિસ્સનો ભાર ભલે વધારી રહ્યી હોય પરંતુ ભારતીય કંપનીઓએ કમાણીનો એક નવો રસ્તો શોધી લીધો છે. 6 જહાજો પર ડિઝલથી ભરાયેલ ટેંકર્સ ભારત અને મિડલ ઈસ્ટથી અમેરિકાના મોટા શહેર ન્યૂયોર્ક ગયા છે. આ ટેન્કર્સને મોકલવા પાછળ ડિઝલની વધતી કિંમતોનો ફાયદો ઉઠાવવાનો છે. તમને જણાવી દઈએ કે અમેરાકા સહિત દુનિયાભરમાં ડિઝલની કિંમતો 3 વર્ષના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગઈ છે. જો કે આ પહેલા પણ ભારતીય ટેન્કર્સ ન્યૂયોર્ક ડિઝલ વેચવા માટે જતા હતાં. પરંતુ આવું ક્યારેક ક્યારેક અને ઘણી ઓછી વાર બનતું હતું.

    આ જહાજ યુરોપ માટે થઈ શકે છે રવાના
    મીડિયા રિપોર્ટસ પ્રમાણે ડિઝલથી ભરેલા ટેન્કર્સ અમેરિકા પછી યુરોપ પણ જઈ શકે છે. યુરોપીય દેશોમાં ડિઝલની કિંમતો સતત ઉચ્ચત્તમ સ્તર પર હોય છે.

    જો કે આ બધાની વચ્ચે ખબર એ પણ છે કે ગત વર્ષના છેલ્લા મહિના ડિસેમ્બરની શરૂવાતથી ડિઝલની કિંમતો સતત વધી રહી છે. અમેરિકામાં ડિઝલના ભાવ 26 જાન્યુઆરીના ઉચ્ચત્તમ સ્તર 2.1431 ડોલર પ્રતિ ગેલન પર પહોંચીને ગત થોડા દિવસોમાં 10 ટકા ઘટી ગયા છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Diesel petrol price, અમેરિકા

    આગામી સમાચાર