કઠુઆ-ઉન્નાવ: રાહુલે અડધી રાતે કરી કેન્ડલ માર્ચ, કહ્યું મોદીજી 'બેટી બચાવો'

 • Share this:
  ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં યુવતી સાથે કથિત બળાત્કાર અને જમ્મુ કાશ્મીરના કઠુઆમાં આઠ વર્ષની બાળકી સાથે રેપ અને મર્ડરની ઘટનામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવાર રાતે મોદી સરકાર સામે આંદોલન કરતાં ઇન્ડિયા ગેટ પહોંચ્યા હતાં. આ દરમિયાન પ્રિયંકા ગાંધી, પતિ રોબર્ટ વાડ્રા અને દીકરી પણ સાથે હતી. ઉપરાંત નિર્ભયાના માતા પિતા પણ આ કેન્ડલ માર્ચમાં આવ્યાં હતાં.

  રાહુલ ગાંધીના આહ્વાન પર ઇન્ડિયા ગેટની પાસે કોંગ્રેસ કાર્યકર્તાઓની સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. જેના પગલે ઇન્ડિયા ગેટ સર્કલની આસપાસ પોલીસ પણ તૈનાત કરવામાં આવી હતી. રાહુલ અને બહેન પ્રિયંકા સહિત ઘણાં કોંગ્રેસી નેતા રાજપથ પર થોડા સમય માટે ઘરણાં માટે બેઠા હતાં.

  મહિલા સુરક્ષા મુદ્દે રાહુલનો મોદી પર નિશાનો
  કોંગ્રેસ અધ્યક્ષે પત્રકારો સાથેની વાતચીતમાં મહિલા સુરક્ષાના મુદ્દે ભાજપ સરકારને નિશાનો સાંધતા કહ્યું કે, 'દેશમાં જે હાલત છે, મહિલાઓ સામે જે અત્યાચાર થઇ રહ્યાં છે, મોદી સરકાર આને રોકવા માટે કોઇ પગલા નથી લઇ રહી. દેશની મહિલાઓ ઘરની બહાર નીકળતા પણ ડરે છે. જ્યાં જુઓ ત્યાં દેશની બાળકીની હત્યા થાય છે કે એની પણ બળાત્કાર થાય છે. અમે ઇચ્છીએ છીએ કે મહિલા શાંતિ અને સન્માનથી જીવે.'

  ઉન્નાવ ગેંગરેપ: આરોપી બીજેપી ધારાસભ્ય સેંગરની CBIએ કરી અટકાયત

  જેની સાથે જ એમને કહ્યું કે આ રાજનીતિનો નહીં દેશનો મામલો છે. અહીંયા બધી પાર્ટીઓના લોકો ઉભા છે. અહીંયા મહિલાઓ ઉભી છે. દેશમાં જે હાલત છે તેમાં મોદી સરકારે કાંઇ કરવું જોઇએ. અત્યારે દેશની દીકરીઓને બચાવવાનો સમય છે.

  રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લોકોને ઇન્ડિયા ગેટ પર કેંડલ માર્ચમાં આવવાનું કહ્યું હતું. તેમણે ટ્વિટમાં લખ્યું કે લાખો ભારતીઓની જેમ મારું દિલ પણ દુખી થયું છે. દેશમાં મહિલાઓ સાથે આવો વ્યવ્હાર ન થવો જોઇએ. ઇન્ડિયા ગેટ પર શાંતિપૂર્ણ કેન્ડલ લાઇટ માર્ચમાં આજે રાતે મારી સાથે જોડાવો અને ન્યાયની માગ કરો.

  કઠુઆ ગેંગરેપઃ હત્યા પહેલા પણ બાળકી ઉપર થયો સામૂહિક બળાત્કાર, ચાર્જશીટ દાખલ

  કોંગ્રેસ નેતા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે આ કેન્ડલ માર્ચ મોદી સરકારની સામે અવાજ ઉઠાવવા થાય છે. આ દ્વારા લોકમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન થઇ રહ્યો છે કે અન્યાય સામે સરકાર કઇ રીતે ચુપ છે.
  Published by:Kaushal Pancholi
  First published: