Home /News /national-international /

દુબઇથી લખનઉ આવતી ફ્લાઇટમાં પેસેન્જરે પોતાના કપડા ઉતારી નાંખ્યા અને...

દુબઇથી લખનઉ આવતી ફ્લાઇટમાં પેસેન્જરે પોતાના કપડા ઉતારી નાંખ્યા અને...

પેસેન્જરે ચાલુ ફ્લાઇટમાં જ કપડા ઉતારી દીધા.

ચાલુ ફ્લાઇટમાં એક પેસેન્જરે પોતાના કપડા ઉતારી દીધા હતા અને ફ્લાઇટમાં પ્રવાસ કરતા અન્ય પ્રવાસીઓ અચંબમાં અને અચરજમાં મુકાઇ ગયા હતા.

  દુબઇથી લખનઉ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં અચાનક પ્રવાસીઓ ચોંકી ઉઠ્યા હતા. કેમ કે, ચાલુ ફ્લાઇટમાં એક પેસેન્જરે પોતાના કપડા ઉતારી દીધા હતા અને ફ્લાઇટમાં પ્રવાસ કરતા અન્ય પ્રવાસીઓ અચંબમાં અને અચરજમાં મુકાઇ ગયા હતા. જો કે, ફ્લાટમાં ક્રુ મેમ્બરોએ તાત્કાલિક આ પેસેન્જરનીં શરીર પર ધાબળો ઢાંકી દીધો હતો.

  આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, આ ઘટના 29 ડિસેમ્બરનાં રોજ બની હતી જ્યારે એર ઇન્ડિયાની ફ્લાઇટ દુબઇથી લખનઉ આવી રહી હતી.
  પેસેન્જરે કપડા ઉતારી દેતા જ બે ક્રુ મેમ્બર તેની સીટની બાજુમાં પહોંચી ગયા હતા અને તેના શરીર પર ધાબળો ઓઢાડી દીધો હતો અને ફ્લાઇટ લખનઉ પહોંયી ત્યાં સુધી તેની પાસે બેસી રહ્યા હતા.

  જો કે, આ પેસેન્જરે આવું શા માટે કર્યુ તે હજુ સુધી બહાર આવ્યું નથી પણ ફ્લાઇટ લખનઉ લેન્ડ થતાની સાથે જ, આ પેસેન્જરને સિક્યુરિટીને સોંપી દેવામાં આવ્યો હતો. એરપોર્ટ પરની સિક્ટોરિટીએ આગળની તપાસ હાથ ધરી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, આ ફ્લાઇટમાં 140 મુસાફરો પ્રવાસ કરી રહ્યાં હતાં.
  એર ઇન્ડિયાનાં પ્રવક્તાએ જણાવ્યું કે, આગળની તપાસ એરોપર્ટ સલામતી દળનાં જવાનો કરી રહ્યાં છે અને તપાસ ચાલું છે.
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: Behavior, Crew Members, Nude, Passenger, Security, ફ્લાઇટ

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन