ઓપરેશન યૂનિકોર્ન: વચેટિયા મિશેલને ભારત લાવવા ખુદ ડોભાલે સંભાળી હતી કમાન

News18 Gujarati
Updated: December 5, 2018, 10:08 AM IST
ઓપરેશન યૂનિકોર્ન: વચેટિયા મિશેલને ભારત લાવવા ખુદ ડોભાલે સંભાળી હતી કમાન
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ (ફાઇલ ફોટો)

ઓગસ્તા વેસ્ટલેન્ડના વચેટિયા ક્રિશ્ચિયન મિશેલને ભારત લાવવાના ઓપરેશનનું નામ હતું 'યૂનિકોર્ન'

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી:

અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરના ગોટાળાના કથિત વચેટિયા ક્રિશ્ચિયન મિશેલને ભારત લાવવામાં સફળતા મળી છે. સીબીઆઈના જોઇન્ટ ડાયરેક્ટર સાઈ મનોહરના નેતૃત્વમાં એક વિશેષ તપાસ ટી ગત સપ્તાહે મિશેલને દિલ્હી લાવવા ગઈ હતી. તપાસ દળે પ્રત્યર્પણની તમામ ઔપચારિકતા પૂરી કરી મિશેલને ભારત લાવવામાં સફળતા મેળવી. સીબીઆઈએ એક નિવેદન બહાર પાડી કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલના દિશાનિર્દેશમાં તમામ ઓપરેશનનું કો-ઓર્ડીનેશન સીબીઆઈના પ્રભારી ડાયરેક્ટર રાવે કર્યું. આ ઓપરેશનનું નામ 'યૂનિકોર્ન' રાખવામાં આવ્યું હતું.

ખાનગી હતું સમગ્ર ઓપરેશન

મિશેલના પ્રત્યર્પણની સમગ્ર પ્રક્રિયાને ખૂબ જ સીક્રેટ રીતે પાર પાડવામાં આવી. મિશેલને ભારત લાવવા માટે જે ઓપરેશન ચલાવવામાં આવ્યું તેને ખૂબ જ ખાનગી રાખવામાં આવ્યું હતું. આ ઓપરેશનનું નામ 'યૂનિકોર્ન' રાખવામાં આવ્યું હતું. ઓપરેશનનું સુકાન ભારતના એનએસએ અજીત ડોભાલના હાથમાં હતું. આ ઓપરેશનને ઇન્ટરપોલ અને સીઆઈડીને મળીને પાર પાડ્યું. મિશન મિશેલને સફળ બનાવવા માટે ડોભાલ સીબીઆઈના પ્રભારી ડાયરેક્ટર નાગેશ્વર રાવના સંપર્કમાં હતા.

આ પણ વાંચો, અગસ્તા વેસ્ટલેન્ડના વચેટિયાને ભારત લાવવામાં આવ્યો, ભાજપને કોંગ્રેસની મુશ્કેલીઓ વધવાની આશા

એરપોર્ટ પાર ચાલી બે કલાકની કાર્યવાહીએરપોર્ટ પર બે કલાક સુધી ડોક્યુમેન્ટ્સની પ્રક્રિયા પૂરી થયા બાદ રાત્રે 1:30 વાગ્યે મિશેલને સીધો સીબીઆઈ હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યો. ક્રિશ્ચિયનની સુરક્ષાને લઈને સીબીઆઈએ ખાસ વ્યવસ્થા કરી હતી. આજતકના અહેવાલ મુજબ, સ્પેશલ સેલની ટીમ પણ એરપોર્ટ પહોંચી. સીબીઆઈ હેડ ક્વાર્ટરની બહાર પણ બેરિકેટીંગ લગાવીને વધારાનો પોલીસ ફોર્સ તહેનાત કરવામાં આવ્યો હતો. જોઇન્ટ ડાયરેક્ટર પોતે જ ક્ર‍િશ્ચિયન મિશેલને લેવા દુબઈ ગયા હતા.
First published: December 5, 2018, 10:07 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading