HRDનું નામ હવે શિક્ષા મંત્રાલય થયું, નવી એજ્યૂકેશન પોલિસીને કેબિનેટની મંજૂરી

News18 Gujarati
Updated: July 29, 2020, 1:41 PM IST
HRDનું નામ હવે શિક્ષા મંત્રાલય થયું, નવી એજ્યૂકેશન પોલિસીને કેબિનેટની મંજૂરી
કેન્દ્ર સરકારે માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ બદલીને શિક્ષા મંત્રાલય કરી દીધું છે

કેન્દ્ર સરકારે માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ બદલીને શિક્ષા મંત્રાલય કરી દીધું છે

  • Share this:
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર (Modi Government)એ માનવ સંસાધન વિકાસ મંત્રાલય (Ministry of Human Resource Development-MHRD)નું નામ બદલીને શિક્ષા મંત્રાલય કરી દીધું છે. સાથોસાથ નવી શિક્ષ નીતિ (New Education Policy)ને પણ મંજૂરી મળી ગઈ છે. આ નિર્ણય બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો.

નોંધનીય છે કે, માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયે ભલામણ કરી હતી કે તેનું નામ બદલીને શિક્ષા મંત્રાલય (Ministry Of Education) કરી દેવામાં આવે. જેને બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં સ્વીકારી લેવામાં આવી છે.

આ પણ વાંચો, દુનિયાના સૌથી મોટા ‘ન્યૂક્લિયર ફ્યૂઝન’ પ્રોજેક્ટના એસેમ્બલીના કામનો ફ્રાન્સમાં થયો શુભારંભ

સાથોસાથ આ વર્ષે ફેબ્રુઆરીમાં બજેટ દરમિયાન ઘોષિત કરવામાં આવેલી નવી શિક્ષા નીતિને પણ વડાપ્રધાનની અધ્યક્ષતાવાળી કેબિનેટે સ્વીકૃતિ આપી દીધી છે. બજેટ 2020 દરમિયાન નાણા મંત્રી નિર્મલા સીતારમણે નવી શિક્ષા નિતીની જાહેરાત કરી હતી. તેને સ્વીકૃતિ મળ્યા બાદ લગભગ 34 વર્ષ બાદ ફરીથી દેશને નવી એજ્યૂકેશન પોલિસી મળી છે.

New Education policy પર નાણા મંત્રીએ કરી હતી આ જાહેરાત

નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Niramala Sitharaman)એ મોદી સરકારના બીજા કાર્યકાળના બીજા બજેટમાં એજ્યુકેશન સેક્ટર ને લઈને અનેક મોટી જાહેરાતો કરી હતી. નાણા મંત્રીએ એજ્યુકેશન સેક્ટરને લઈને કહ્યું હતું કે ટૂંક સમયમાં દેશમાં નવી શિક્ષા નિતીને લાવવામાં આવશે.

આ પણ વાંચો, SSR કેસઃ તપાસ શરૂ, રિયા ચક્રવર્તીને ટ્રાન્ઝીટ રિમાન્ડ પર લઈ શકે છે પટના પોલીસ

નાણા મંત્રીએ જણાવ્યું હતું કે, તેને લઈને રાજ્યો સાથે વાત ચાલી રહી છે અને જેવી તેની પ્રારંભિક પ્રક્રિયા પૂરી થઈ જશે, નવી શિક્ષા નીતિને રજૂ કરવામાં આવશે. તેઓએ કહ્યું હતું કે એજ્યૂકેશન સેક્ટરમાં સારા શિક્ષકો અને અન્ય સુવિધાઓ માટે મોટા સ્તરે રોકાણ એકત્ર કરવામાં આવશે. તેને ધ્યાનમાં રાખતા નાણા મંત્રીએ એજ્યૂકેશન સેક્ટરમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણને લઈને જાહેરાત કરી હતી. નાણા મંત્રીએ જણાવ્યું હતું કે માર્ચ 2021 સુધી દેશભરમાં કુલ 150 ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાનોમાં અપરેટિસશિપ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે.
Published by: Mrunal Bhojak
First published: July 29, 2020, 1:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading