હવે પોતાના ઘરે જઈ શકશે લૉકડાઉનમાં ફસાયેલા લોકો, ગૃહ મંત્રાલયે જાહેર કરી ગાઈડલાઈન

હવે પોતાના ઘરે જઈ શકશે લૉકડાઉનમાં ફસાયેલા લોકો, ગૃહ મંત્રાલયે જાહેર કરી ગાઈડલાઈન
પ્રતિકાત્મક તસવીર

લૉકડાઉન દરમિયાન દેશના અલગ-અલગ વિસ્તારમાં ફસાયેલા પ્રવાસી મજૂર, પર્યટકો, વિદ્યાર્થી અને અન્ય લોકોને લઈને ગૃહ મંત્રાલયે બુધવારે મોટો નિર્ણય લીધો

 • Share this:
  નવી દિલ્લી : લૉકડાઉન (Lockdown) દરમિયાન દેશના અલગ-અલગ વિસ્તારમાં ફસાયેલા પ્રવાસી મજૂર, પર્યટકો, વિદ્યાર્થી અને અન્ય લોકોને લઈને ગૃહ મંત્રાલયે બુધવારે મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલય તરફથી નવી જાહેર કરેલ ગાઈડલાઈન (MHA Guidelines) પ્રમાણે આ લોકો અમુક શરતોની સાથે પોતાના ઘરે જઈ શકશે. તેના માટે રાજ્ય સરકાર બસોની વ્યવસ્થા કરશે. ગૃહ મંત્રાલયે બુધવારે ગાઈડલાઈન જાહેર કરતા રાજ્યોને નિર્દેશ આપ્યો છે કે તે પોતોના લોકોને પાછા બોલાવવા માટે નોડલ પ્રાધિકરણ અને નિયમ બનાવે. નોડલ પ્રાધિકરણ પોતોના રાજ્યમાં ફસાયેલા લોકોનું પંજીકરણ પણ કરશે.

  ગૃહ મંત્રાલયની નવી ગાઈડલાઈન મુજબ રાજ્યમાં કોઈ ફસાયેલા વ્યક્તિ બીજા રાજ્યમાં જવા માંગતા હોય તો તેમના માટે બંને રાજ્યની સરકારો એક બીજા સાથે વાતચીત કરી જરુરી પગલા ભરે. લોકોને રોડના રસ્તેથી લઈ જવામાં આવે. લોકોને મોકલતા પહેલા બધા પ્રકારની મેડિકલ ચેક-અપ કરવામાં આવે. જો કોરોના વાયરસ સંક્રમણના કોઈ લક્ષણ ના મળે તો તેમણે જવાની પરમિશન આપવામાં આવે.  આ પણ વાંચો - પંજાબમાં 2 સપ્તાહ વધશે કર્ફ્યૂ, લોકોને લોકડાઉનમાં રોજના 4 કલાક મળશે છૂટ : CM અમરિંદર  ગૃહ મંત્રાલયની ગાઈડલાઈન મુજબ ફસાયેલા લોકોને મોકલવા માટે બસોની વ્યવસ્થા કરાશે. આ બસોને સારી રીતે સેનિટાઈઝ કરવામાં આવે. સાથે તેમાં બેસતા સમયે અલગ-અલગ બેસાડીને સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમનું પાલન કરવામાં આવે.

  ગૃહ મંત્રાલયના મતે લોકોને તેમના સ્થળ સુધી પહોચાડ્યા પછી સૌથી પહેલા સ્વાસ્થ્ય વિભાગની ટીમ તેમને ચેક કરશે. તેના પછી તેમને ઘરોમાં જ રહેવું પડશે. પરિસ્થિતિ પ્રમાણે જરુર પડશે તો તેમને કોરન્ટાઈન સેન્ટરમાં પણ રાખવામાં આવી શકે છે. આ બધા લોકોના સમય-સમય પર મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. આ માટે લોકોને આરોગ્ય સેતુ એપ પણ યૂઝ કરવામા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. જેથી તેમની સ્થિતિ વિશે જાણકારી મળી રહે.
  Published by:News18 Gujarati
  First published:April 29, 2020, 19:25 pm

  ટૉપ ન્યૂઝ