ગૃહ મંત્રાલયે કોવિડ-19ને રોકવા માટે જાહેર કર્યા નવા નિયમો, 30 એપ્રિલ સુધી લાગુ રહેશે

ગૃહ મંત્રાલયે કોવિડ઼-19ને લઈને દિશાનિર્દેશ જાહેર કર્યા છે, જે 1 એપ્રિલ 2021થી 30 એપ્રિલ સુધી લાગુ રહેશે

ગૃહ મંત્રાલયે કોવિડ઼-19ને લઈને દિશાનિર્દેશ જાહેર કર્યા છે, જે 1 એપ્રિલ 2021થી 30 એપ્રિલ સુધી લાગુ રહેશે

 • Share this:
  નવી દિલ્હી : ગૃહ મંત્રાલયે કોવિડ઼-19ને લઈને દિશાનિર્દેશ જાહેર કર્યા છે, જે 1 એપ્રિલ 2021થી 30 એપ્રિલ સુધી લાગુ રહેશે. સરકારના નિર્દેશો પ્રમાણે કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજ્યોમાં ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ પ્રોટોકોલ અપનાવવામાં આવશે. સરકારના નિર્દેશો પ્રમાણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ જ્યાં આરટીપીસીઆર ટેસ્ટની સંખ્યા ઓછી છે ત્યાં ટેસ્ટની સંખ્યા વધારવામાં આવશે અને તેને 70 ટકા સુધી લાવવામાં આવશે. નવા પોઝિટિવ મામલામાં જલ્દીથી જલ્દી અને સમય પર સારવાર આપવા માટે આઇસોલેટ કરવાની જરૂર છે.

  સરકારના નિર્દેશો પ્રમાણે કન્ટેઇમેન્ટ ઝોનની બહાર યાત્રી રેલગાડીઓ, વિમાન સેવાઓ, મેટ્રો રેલ સેવાઓ, સ્કૂલ, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાનો, હોટલ, રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ્સ, મલ્ટીપ્લેક્સ, એન્ટરટેઇમેન્ટ પાર્ક, યોગા સેન્ટર, જિમ, એક્ઝિબિશન જેવા કાર્યક્રમો જારી રહેશે. જેમાં એસઓપીનું પાલન કરવું ફરજિયાત રહેશે.

  આ પણ વાંચો - ભચાઉ : નર્મદા કેનાલમાં પાણી પીવા ઉતરેલા એક જ પરિવારના 3 સભ્યોના ડૂબી જવાથી મોત

  ગૃહ મંત્રાલયના નિર્દેશો પ્રમાણે પ્રોટોકાલ અંતર્ગત સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકોની જલ્દીથી જલ્દી તપાસ કરવામાં આવશે અને તેમને આઇસોલેટ કરવામાં આવશે. સંક્રમિત મામલા પ્રમાણે અને તેમના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસ કર્યા પછી કન્ટેઇનમેન્ટ ઝોન નક્કી કરવામાં આવશે.

  1 એપ્રિલથી 45 વર્ષથી વધુના તમામ લોકોને અપાશે કોરોના વેક્સીન

  દેશમાં પહેલી એપ્રિલથી 45 વર્ષથી ઉપરના તમામ લોકો કોરોના વેક્સીન લઈ શકશે. કેન્દ્રીય કેબિનેટ (Modi Cabinet)એ મંગળવારે તેની જાહેરાત કરી છે. પ્રકાશ જાવડેકરે (Prakash Javadekar) કહ્યું કે અત્યાર સુધી 45થી 60 વર્ષની વચ્ચે માત્ર ગંભીર બીમારીવાળા લોકોને જ વેક્સીન આપવામાં આવી રહી હતી. પરંતુ પહેલી એપ્રિલથી 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો કોરોના વેક્સીન લઈ શકશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, દેશમાં વેક્સીનની પૂરતી માત્રા ઉપલબ્ધ છે. કોરોના વેક્સીનની ક્યાં પણ અછત નથી.
  Published by:Ashish Goyal
  First published: