કોવિડ-19ને લઈને કેન્દ્રએ જાહેર કર્યું દિશાનિર્દેશ, બ્રિટનના નવા કોરોના સ્ટ્રેન માટે ખાસ સલાહ

કોવિડ-19ને લઈને કેન્દ્રએ જાહેર કર્યું દિશાનિર્દેશ, બ્રિટનના નવા કોરોના સ્ટ્રેન માટે ખાસ સલાહ
પ્રતિકાત્મક તસવીર

ગૃહ મંત્રાલયે કોવિડ-19 માટે જાહેર કરેલા દિશાનિર્દેશોને 31 જાન્યુઆરી 2021 સુધી વધારી દીધા

 • Share this:
  નવી દિલ્હી : ગૃહ મંત્રાલયે કોવિડ-19 માટે જાહેર કરેલા દિશાનિર્દેશોને (MHA Guidelines for COVID-19 surveillance)31 જાન્યુઆરી 2021 સુધી વધારી દીધા છે. મંત્રાલયના દિશાનિર્દેશોના મતે કન્ટેઇનમેન્ટ ઝોનને (Containment zone)સાવધાનીપૂર્વક સીમાંકિત કરવાનું જાહેર રહેશે. આ સાથે આ ઝોનની અંદર નિર્ધારિત રોકધામમાં ઉપાયોનું કડકાઇથી પાલન કરવાનું જરૂરી રહેશે.

  મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે સક્રિય અને નવા કોવિડ-19 કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે વૈશ્વિક સ્તર પર કેસમાં ઉછાળો અને બ્રિટનમાં આવેલા નવા પ્રકારના ધ્યાનમાં રાખતા નજર, રોકધામ અને સાવધાની બનાવી રાખવાની જરૂરિયાત છે. ગૃહ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે કોઇપણ ગતિવિધિ માટે જાહેર કરેલ માનક સંચાલન પ્રક્રિયામાં આપેલા નિર્દેશોનું પાલન જરૂરી છે.  આ પણ વાંચો - અમદાવાદ : ઉત્તરાયણના પર્વને લઈ પોલીસ કમિશ્નરનું જાહેરનામું, આ બાબતો પર લગાવ્યો પ્રતિબંધ

  ભારતમાં એક દિવસમાં કોવિડ-19ના 20,021 નવા કેસ સામે આવ્યા પછી દેશમાં સંક્રમણના મામલા વધીને સોમવારે 1,02,07,871 થઈ ગયા છે. જેમાં 97.82 લાખથી વધારે લોકો સંક્રમણ મુક્ત થઇ ચૂક્યા છે.
  Published by:Ashish Goyal
  First published:December 28, 2020, 22:08 pm

  ટૉપ ન્યૂઝ