નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસ 40 હજારથી ઉપર પહોંચી ગયા છે. દેશમાં કોવિડ-19 (Covid 19)ના પ્રસારને રોકવા માટે આજ (4 મે)થી લૉકડાઉનનું ત્રીજું ચરણ લાગુ થઈ રહ્યું છે. તે બે સપ્તાહ સુધી ચાલુ રહેશે. તેમાં સરકાર તરફથી કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. તેના સંબંધમાં ગૃહ મંત્રાલય (MHA)એ રવિવારે એ સ્પષ્ટ કર્યું કે લૉકડાઉન દરમિયાન લોકોને આવવા-જવા માટે જે છૂટ આપવામાં આવી છે તે માત્ર બીજા સ્થળે ફસાયેલા પ્રવાસી શ્રમિકો (Migrant Workers) માટે છે.
તમામ રાજ્યોને પત્ર લખ્યો
કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત રાજ્યોને પત્ર લખીને કહ્યું છે કે ગૃહ મંત્રાલયે આવા ફસાયેલા લોકોને મુસાફરી કરવાની મંજૂરી આપી છે, જે લૉકડાઉનની અવધિથી ઠીક પહેલા પોતાના મૂળ નિવાસ કે કાર્યસ્થળોથી ચાલ્યા ગયા હતા અને લૉકડાઉનના નિયમો હેઠળ લોકો કે વાહનોની અવર-જવર પર પ્રતિબંધાન કારણે પોતાના મૂળ નિવાસો કે કાર્યસ્થળો પર પરત નહોતા ફરી શક્યા.
પત્રમાં કહેવામાં આવ્યું છે કે આદેશમાં જે સુવિધાઓ આપવામાં આવી છે તે મુશ્કેલીમાં મૂકાયેલા લોકો છે, પરંતુ આ શ્રેણીના તેમાં નથી આવતા જે કામકાજ માટે પોતાના મૂળ સ્થાનથી દૂર છે, પરંતુ તેઓ જ્યાં છે ત્યાં યોગ્ય રીતે રહી રહ્યા છે અને સામાન્ય દિવસોની જેમ પોતાના મૂળ સ્થાનો પર આવવા માંગે છે.
રેલવે ચલાવી રહી છે શ્રમિક સ્પેશલ ટ્રેનો
લૉકડાઉનના કારણે દેશના વિભિન્ન હિસ્સામાં લાખો પ્રવાસી શ્રમિકો ફસાયેલા છે. ગૃહ મંત્રાલયે શુક્રવારે ટ્રેનો અને બસો દ્વારા આવવા-જવાની મંજૂરી કેટલીક ખાસ શરતો સાથે આપી હતી, જેમાં મોકલનારા અને ગંતવ્યવાળા રાજ્યોની સહમતિ, સામાજિક અંતરના નિયમોનું પાલન વગેરે સામેલ છે.
ગૃહ મંત્રાલયની આ મંજૂરી બાદ રેલ મંત્રાલયે 1 મેના રોજ મજૂર દિવસથી શ્રમિક સ્પેશલ ટ્રેનો શરૂ કરી છે. તેના દ્વારા ઘરથી દૂર બીજા રાજ્યોમાં ફસાયેલા પ્રવાસી શ્રમિકો, સ્ટુડન્ટ્સ અને અન્ય લોકોને તેમના ગૃહ રાજ્ય સુધી પહોંચાડી શકાય છે. તેના માટે રેલ મંત્રાલય રાજ્ય સરકારો સાથે મળી કામ કરી રહ્યું છે.
રેલવેએ જાહેર કરી ગાઇડલાઇન્સ
ભારતીય રેલવેએ દેશભરમાં ફસાયેલા લોકોને લઈ જવા માટે વિશેષ શ્રમિક ટ્રેન માટે ગાઇડલાઇન્સ જાહેર કરી છે. રેલવેએ કહ્યું છે કે ક્ષમતાની 90 ટકા માંગ થતાં વિશેષ શ્રમિક ટ્રેનો દોડાવવી જોઈએ. રેલવેએ કહ્યું કે સ્થાનિક રાજ્ય સરકાર ટિકિટનું ભાડું એકત્ર કરી અને તમામ રકમ રેલવેન આપીને પ્રવાસ ટિકિટ યાત્રીકોને સોંપશે. રેલવેએ કહ્યું કે ફસાયેલા લોકો માટે ભોજન, સુરક્ષા, સ્વાસ્થ્યની તપાસ અને ટિકિટ ઉપલબ્ધ કરાવવાની જવાબદારી તે રાજ્યોની રહેશે જ્યાંથી ટ્રેન રવાના થઈ રહી છે. જોકે રેલવેએ તે યાત્રીકોની ભોજનની જવાબદારી લીધી છે જેમની મુસાફરી 12 કલાક કે તેનાથી વધુ સમયથી હશે.