Home /News /national-international /મેક્સિકોના સિટી હૉલમાં અંધાધૂંધ ગોળીબાર, મેયર સહિત 18 લોકોના મોત

મેક્સિકોના સિટી હૉલમાં અંધાધૂંધ ગોળીબાર, મેયર સહિત 18 લોકોના મોત

સૌ. TWITTER

ગોળીબારીની ઘટનાના સમયે સિટી હોલમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. બુધવારે સાંજે થયેલી આ ગોળીબારની ઘટનામાં બદમાશોએ ખતરનાક હથિયારોનો ઉપયોગ કર્યો છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

     મેક્સિકો: મેક્સિકોમાં ફરી એક વાર ખૂની સંઘર્ષ જોવા મળ્યો છે. મેક્સિકોના સૈન મેગુલ ટોટોલેપનમાં આવેલ સિટી હોલમાં બદમાશોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી હતી. ગોળીબારની ઘટનામાં લગભગ 18 લોકોના મોત થયા છે. મરનારા લોકોમાં મેયર પણ સામેલ છે. જ્યારે આ ગોળીબાર થયો તો, સિટી હોલ અને તેની આજૂબાજૂમાં અફરાતફરી મચી ગઈ હતી. જો કે, કહેવાય છે કે, આ ગોળીબારમાં મરનારા લોકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. આ ઘટના પાછળનું કારણ હજૂ સુધી સામે આવ્યું નથી.

    આ પણ વાંચો: અમેરિકા પાકિસ્તાન માટે સતત વરસાવી રહ્યું છે પ્રેમ, POKને કહ્યું આઝાદ કાશ્મીર

    ગોળીબારની ઘટનાના સમયે સિટી હોલમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. બુધવારે સાંજે થયેલી આ ગોળીબારની ઘટનામાં બદમાશોએ ખતરનાક હથિયારોનો ઉપયોગ કર્યો છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. તેમાં સિટી હોલમાં મોટી સંખ્યામાં  લોહીથી લથબથ લાશો પડી દેખાય છે. તેની સાથે જ ઈમારતમાં અંધાધૂંધ ગોળીઓ બાદ જે રીતે કાણા પડેલા છે, તે પણ જોઈ શકાય છે.


    બસ અને વાહનોમાં લગાવી આગ


    સ્થાનિક મીડિયા અનુસાર, કહેવાય છે કે, ઘટનામાં મરનારા લોકોની સંખ્યા વધી શકે છે. પણ સોશિયલ મીડિયા પર આવેલા વીડિયોમાં અને તસ્વીરોમાં સ્પષ્ટ થયુ છે કે, 18 જ લાશ છે, જે બહાર પડેલી દેખાય છે. તેના આધાર પર અત્યાર સુધીમાં 18 મોતની પુષ્ટિ થઈ છે. મરનારા લોકોમાં શહેરના મેયર કોનરાડો મેનડોઝા, તેના પિતા, પૂર્વ મેયર ઝુઆન મેનડોઝા અને 7 મ્યૂનિસિપલ પોલીસ ઓફિસર સામેલ છે. સિટી હોલમાં ફાયરિંગ સાથે આજૂબાજૂના વિસ્તારમાં બસો અને વાહનોમાં આગ લગાવી દીધી હતી.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Firing, Mexico

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन