Home /News /national-international /Heavy Rainfall Alert: આજે અને કાલે 6થી વધુ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના, 7 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે

Heavy Rainfall Alert: આજે અને કાલે 6થી વધુ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના, 7 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે

ભારતીય હવામાન વિભાગે 7મી સપ્ટેમ્બર સુધી અમુક રાજ્યોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે - ફાઇલ તસવીર

Heavy Rain Fall: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 4 દિવસ સુધી ઉત્તર-પશ્ચિમી ભારતના મેદાની વિસ્તારો અને મધ્ય ભારતમાં વરસાદ જોવા મળી શકે છે. આઈએમડીએ કહ્યું કે બિહાર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આજે અને કાલે જુદી-જુદી જગ્યાઓ પર કડાકાભડાકા સાથે ભારે વરસાદ અને વીજળી પડી શકે છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ દેશમાં વરસાદનું જોર હજુ ઘટ્યું નથી. ભારતીય હવામાન વિભાગે પૂર્વોત્તર સહિત દેશના કેટલાક રાજ્યમાં ભારે વરસાદ અને વીજળી પડવાની સંભાવના વ્યક્ત કરી છે. આઈએમડીએ આગામી ચાર દિવસ અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલય અને નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદ અને ગર્જના સાથે વીજળી પડવાની ચેતાવણી આપી છે.

    અરુણાચલ પ્રદેશમાં આજે ભારે વરસાદની સંભાવના


    અરુણાચલ પ્રદેશમાં આજે ભારે વરસાદ થવાની સંભાવના છે. હિમાચલ પ્રદેશમાં આગામી બે દિવસ ભારે વરસાદને લઈને કાંગડા, મંડી સહિત અલગ-અલગ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આઈએમડીના નાયબ નિયામકે જણાવ્યું કે, ગત 24 કલાકના સમયમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડ્યો છે.

    આ પણ વાંચોઃ 15થી વધુ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી

    આગામી ચાર દિવસ દરમિયાન થશે ભારે વરસાદ


    ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 4 દિવસ સુધી ઉત્તર-પશ્ચિમી ભારતના મેદાની વિસ્તારો અને મધ્ય ભારતમાં વરસાદ પડે તેવી શક્યતા છે. આઈએમડીએ કહ્યું કે બિહાર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આજે અને કાલે જુદી-જુદી જગ્યાઓ પર કડાકાભડાકા સાથે ભારે વરસાદ અને વીજળી પડવાની સંભાવના છે. ત્યારે આજે ઝારખંડમાં પણ વરસાદને લઈને એલર્ટ જાહેર કરાયું છે. ઉપરાંત 5 અને 6 સપ્ટેમ્બરે ઓડિશા, 4થી 7 સપ્ટેમ્બર સુધી છત્તીસગઢ અને 6 તારીખ સુધી અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ પર વરસાદની સંભાવના છે.

    આ પણ વાંચોઃ ઉત્તરાખંડના ઉપરવાસમાં વરસાદથી ધનગઢી નદી બની તોફાની

    દક્ષિણ ભારતમાં યલો એલર્ટ જાહેર કરાયું


    ત્યારે દક્ષિણ ભારતમાં આગામી 4 દિવસ સુધી તમિલનાડુ, પોંડિચેરી અને દક્ષિણ કર્ણાટકના આંતરિક વિસ્તારોમાં અલગ-અલગ જગ્યાએ ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરાયું છે. આજે જમ્મૂ-કાશ્મીરમાં અલગ-અલગ જગ્યાએ પણ વરસાદ અને ભારે ગર્જના સાથે વીજળી પડવાની સંભાવના છે. ઉત્તરાખંડમાં પણ આજે અને આવતીકાલે ભારે વરસાદની ચેતાવણી આપવામાં આવી છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Heavy rain, Heavy rain forecast, IMD

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन