Heat Wave: હવામાન વિભાગે 7 રાજ્યોને આપી ચેતવણી, આગામી 5 દિવસ સુધી હીટ વેવ રહેશે
આગામી દિવસોમાં દિલ્હી અને દેશના વિવિધ ભાગોમાં હીટ વેવની સ્થિતિ સર્જાશે. (પ્રતિકાત્મક ચિત્ર)
IMD Warning: ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં તાપમાનમાં સતત વધારો નોંધાયો છે. હવામાન વિભાગના ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે તાપમાન વધુ હોવાને કારણે ગરમીનું મોજું રહેશે. આવી સ્થિતિમાં લોકોએ બપોરના તડકામાં જવાનું ટાળવું જોઈએ. હવામાન વિભાગે કહ્યું કે મંગળવારે મેઘાલયમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે (Meteorological Department) ચેતવણી આપી છે કે આગામી 5 દિવસ સુધી દેશના ઓછામાં ઓછા 7 રાજ્યો હીટ વેવ (Heat Wave)નો ભોગ બની શકે છે. જમ્મુ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી અને મધ્ય પ્રદેશમાં લોકોને સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે. ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં તાપમાનમાં સતત વધારો નોંધાયો છે. હવામાન વિભાગના ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે તાપમાન વધુ હોવાને કારણે ગરમીનું મોજું રહેશે. આવી સ્થિતિમાં લોકોએ બપોરના તડકામાં જવાનું ટાળવું જોઈએ. હવામાન વિભાગે કહ્યું કે મંગળવારે મેઘાલયમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
Heat Wave Spell likely to continue over Jammu division, Himachal Pradesh, south Haryana-Delhi, Uttar Pradesh, Rajasthan and Madhya Pradesh during next 5 days. pic.twitter.com/0X0m6iUGTX
— India Meteorological Department (@Indiametdept) April 5, 2022
હવામાન વિભાગે કહ્યું કે ઉત્તર પૂર્વ ભારતના મેઘાલય અને તેની આસપાસના વિસ્તારોમાં હવામાન ખુશનુમા રહેશે. અહીં અરુણાચલ પ્રદેશમાં પણ વરસાદ પડશે. આ સિવાય 5 થી 8 એપ્રિલની વચ્ચે પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાનમાં આવેલા ફેરફારને કારણે બંગાળની ખાડીમાં દક્ષિણ-પશ્ચિમ દિશામાં જોરદાર પવન ફૂંકાશે અને તેમાં પવનની ગતિ 45-55 કિમી પ્રતિ કલાકની રહી શકે છે. અહીં હવામાન વિભાગે ચેતવણી આપી કહ્યું છે કે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી અને શ્રીલંકાના દરિયાકિનારા પર હોડીની અવરજવર ન થવી જોઈએ.
તેમણે ખાસ કરીને માછીમારોને 9 એપ્રિલે દરિયામાં ન જવાની સલાહ આપી છે. આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પણ ખરાબ હવામાનની શક્યતા છે. અહીં પણ ભારે પવન, વરસાદની સંભાવના છે. પ્રતિકૂળ હવામાનને કારણે દરિયાકાંઠાના વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે.
હવામાન વિભાગનું કહેવું છે કે નેશનલ કેપિટલ રિજન (NCR)માં પણ ગરમીનું મોજું ચાલુ રહેશે અને તેના પ્રકોપને કારણે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં પારો 40 ડિગ્રી સુધી પહોંચી જશે. આગામી બુધવાર અને અન્ય દિવસોમાં પણ તાપમાનનો પારો ચાલીસ કે તેથી વધુ સુધી જઈ શકે છે. ગુજરાત, રાજસ્થાનમાં પણ તાપમાન વધી રહ્યું છે અને અહીં તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ યથાવત છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર