Home /News /national-international /Monsoon 2022 : હવામાન વિભાગની આગાહી, 48 કલાકમાં અંદમાન-નિકોબારમાં સક્રિય થશે ચોમાસુ, 5 દિવસ ગાજવીજ સાથે થશે વરસાદ

Monsoon 2022 : હવામાન વિભાગની આગાહી, 48 કલાકમાં અંદમાન-નિકોબારમાં સક્રિય થશે ચોમાસુ, 5 દિવસ ગાજવીજ સાથે થશે વરસાદ

ચોમાસુ અંદમાન નિકોબાર પહોંચશે

Monsoon 2022 : હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અંદમાન નિકોબાર (Andaman and Nicobar) માં 48 કલાકમાં નૈઋત્યનું ચોમાસુ પહોંચી જશે, પાંચ દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ (Monsoon Rain) પડવાની શક્યતા છે

વધુ જુઓ ...
Monsoon 2022 : રાજ્ય સહિત દેશભરમાં કાળઝાળ ગરમી વચ્ચે દેશવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે, હવામાન વિભાગ દ્વારા આગાહી (Meteorological Department Forecast) કરવામાં આવી છે કે, 48 કલાકમાં ચોમાસુ (Monsoon 2022) સક્રિય થઈ જશે. સૌપ્રથમ ચોમાસુ અંદમાન નિકોબાર (Andaman and Nicobar) માં મેઘ મહેર કરશે. અંદમાન નિકોબાર વિસ્તારમાં 5 દિવસ ગાજવીજ સાથે વરસાદ (Monsoon Rain) પડશે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અંદમાન નિકોબારમાં 48 કલાકમાં નૈઋત્યનું ચોમાસુ પહોંચી જશે, પાંચ દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું કે, કેરળમાં પણ ચોમાસુ વહેલુ પહોંચી જશે, 27 મે સુધીમાં ચોમાસુ કેરળમાં દસ્તક દેશે.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ખાનગી હવામાન આગાહી એજન્સી સાયમેટે પણ ચોમાસાના આગમન વિશે આગાહી જાહેર કરી છે અને કહ્યું છે કે, દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કેરળથી કયા દિવસે શરૂ થશે. એજન્સીના હવામાનશાસ્ત્રીઓએ તેમના અનુમાનમાં કહ્યું છે કે, આ વર્ષે કેરળમાં પ્રી-મોનસુન પહેલાનો વરસાદ વ્યાપક અને શક્તિશાળી રહેશે.

હવામાનની આગાહી અને કૃષિ જોખમ સોલ્યુશન એજન્સીએ શુક્રવારે 2022 માટે તેની ચોમાસાની આગાહી જારી કરી હતી, "આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસા 2022 (South West Monsoon 2022) ની શરૂઆત 26 મે 2022 એ +/- 3 દિવસની મોડેલ ભૂલ સાથે થવાની સંભાવના છે. ચોમાસુ સામાન્ય તારીખ પહેલાં શરૂ થશે. 1961 થી 2019 સુધીના ડેટાના આધારે, ભારતમાં ચોમાસાની શરૂઆત માટેની સામાન્ય તારીખ 1 જૂન છે.'

સ્કાયમેટને આશા છે કે, આગામી ચોમાસુ લાંબા સમય સુધી 'સામાન્ય' રહેશે (98% (+/- 5%) ની ભૂલ માર્જિન સાથે. જૂનથી સપ્ટેમ્બર સુધી, તે 4 મહિનાના સરેરાશ સમયગાળા માટે સામાન્ય કરતા અથવા સામાન્ય કરતા વધુ ચોમાસુ સતત ચોથા વર્ષે હશે.

આ પણ વાંચોUAEના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનનું નિધન, 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર

એજન્સી કહે છે કે, કેરળ ઉપર દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની શરૂઆત મુખ્યત્વે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સમુદ્રની સ્થિતિ દ્વારા નિયંત્રિત થાય છે. તાજેતરના એએસઆઈ ચક્રવાતએ સામાન્ય પહેલાં બંગાળની ખાડીમાં ચોમાસાના પ્રવાહને અટકાવ્યો હતો.
First published:

Tags: Andaman, Gujarat monsoon 2022, India Meteorological Department, Meteorological department, Rain forecast

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો