Home /News /national-international /Heavy Rainfall Alert: દેશના 12 રાજ્યોમાં વરસાદ સહિત વીજળી પડવાની હવામાન વિભાગની આગાહી, બેંગ્લોરમાં તડકો નીકળશે

Heavy Rainfall Alert: દેશના 12 રાજ્યોમાં વરસાદ સહિત વીજળી પડવાની હવામાન વિભાગની આગાહી, બેંગ્લોરમાં તડકો નીકળશે

ફાઇલ તસવીર

Heavy Rainfall: લક્ષદ્વીપ, તમિલનાડુ, પોંડિચેરી, આંધ્ર પ્રદેશ અને દક્ષિણ કર્ણાટક અને કરાઈકલમાં છૂટાછવાયા વરસાદની સાથે વીજળી પડવાની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર, આગામી 4 દિવસો સુધી તેલંગણા, દરિયાકિનારા અને ઉત્તર આંતરિક કર્ણાટક અને કેરળમાં વરસાદ જોવા મળી શકે છે. બિહારના 10 જિલ્લાઓમાં વરસાદ અને વીજળીને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ દેશના કેટલાક ભાગોમાં વરસાદને લઈને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુ છે. એલર્ટ જાહેર કરાયેલા વિસ્તારોમાં ગર્જના સાથે વીજળી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. લક્ષદ્વીપ, તમિલનાડુ, પોંડિચેરી, આંધ્ર પ્રદેશ અને દક્ષિણ કર્ણાટક અને કરાઈકલમાં છૂટાછવાયા વરસાદની સાથે વીજળી પડવાની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર, આગામી 4 દિવસો સુધી તેલંગણા, તટીય અને ઉત્તર આંતરિક કર્ણાટક અને કેરળમાં વરસાદ જોવા મળી શકે છે. આજે કેરળ અને માહેમાં ભારે વરસાદની શક્યતા છે. જો કે આજે અને કાલે તટીય કર્ણાટક તેમજ કર્ણાટકના આંતરિક વિસ્તારોમાં વરસાદ પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન એજન્સી સ્કાઈમેટે આજે બેંગલોરમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે, કાલ સુધી ધીરે ધીરે વરસાદનુ જોર ઘટી શકે છે. જ્યારે 10 સપ્ટેમ્બર પછી મોટી રાહત મળવાની સંભાવાના છે અને બેંગલોરમાં તડકો નીકળી શકે છે.

    આ ઉપરાંત ઉત્તરી કર્ણાટકના કેટલાક વિસ્તારો, તટીય આંધ્રપ્રદેશ તેમજ તેલંગણામાં 9 અને 10 સપ્ટેમ્બરે ભારે વરસાદને લઈને ચેતવણી આપી દેવામાં આવી છે. બીજી તરફ ઉત્તર ભારતમાં 9થી 11 સપ્ટેમ્બરની વચ્ચે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સમયે ગર્જના સાથે વીજળી પડવાની સંભાનવા પણ છે. આગામી 4 દિવસો દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના વધુ પડતા વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ ચાલુ રહેવાની આગાહી છે. અરુણાચલ પ્રદેશમાં આજે અને 10 તેમજ 11 સપ્ટેમ્બરે આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર અને ત્રિપુરામાં અલગ-અલગ સ્થાનો પર ભારે વરસાદ અને વીજળી પડવાની ચેતવણી આપવામાં આવી છે.

    આ પણ વાંચોઃ બેંગ્લોરમાં ભારે વરસાદ; અબજોપતિના કરોડોના ઘર પાણીમાં!

    બિહારના 10 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ


    હિમાચલ પ્રદેશમાં 10 અને 11 સપ્ટેમ્બરે કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. આ પહેલાં થયેલા વરસાદના કારણે વિસ્તારમાં વાહનોની અવરજવર અને જનજીવન ઠપ થઈ ગયું હતું. કાંગડા જિલ્લાની 12 અને કુલ્લૂમાં 9 તેમજ મંડી-શિમલા-સોલનના બે-બે રસ્તાઓ બંધ રહ્યા હતા. હવામાન વિભાગે બિહારમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યુ છે.

    આ પણ વાંચોઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, અહીં અતિભારે વરસાદની આગાહી

    વરસાદ વિરામ લઈ રહ્યો નથી


    આઈએમડીએ પાટનગર પટના, સિવાન, સારણ, ભોજપુર, બક્સર, ગોપાલગંજ, મુજફ્ફરનગર, વૈશાલી, પૂર્વ ચંપારણ અને પશ્ચિમી ચંપારણ સહિત 10 જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરવાામાં આવ્યું છે. આ દરમિયાન વિસ્તારોમાં વીજળી પડવાની પણ ચેતવણી આપી દેવામાં આવી છે. મધ્ય ભારતમાં મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં હવામાન સામાન્ય રહેશે. જાણકારી અનુસાર, મહીના દરમિયાન દેશાન કેટલાય રાજ્યોમાં ભારે વરસાદે કહેર મચાવ્યો હતો. પરંતુ હવે ચોમાસાનું જોર ધીમે-ધીમે ઘટી રહ્યુ છે પરંતુ વરસાદ હજુ પણ વિરામ નથી લઈ રહ્યો.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Heavy rain, Heavy rain forecast, Rain forecast

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन