મફતના દિવસો હવે ગયાં: પૈસા ચુકવીને ફેસબુક અને ઈંસ્ટાગ્રામ પર મેળવી શકશો બ્લૂ ટિક
ફેસબુક અને ઈંસ્ટાગ્રામ પર પૈસા ચુકવીને બ્લૂ ટિક મેળવી શકશો
ફેસબુક, ઈંસ્ટાગ્રામ અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની પેરેન્ટ કંપની મેટાએ પ્રીમિયમ વેરિફિકેશન સર્વિસની જાહેરાત કરી છે. હવે ફેસબુક અને ઈંસ્ટાગ્રામ પર પણ વેરિફાઈડ અકાઉન્ટ એટલે કે બ્લૂ ટિક માટે પૈસા ચુકવવા પડશે.
નવી દિલ્હી: ફેસબુક, ઈંસ્ટાગ્રામ અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની પેરેન્ટ કંપની મેટાએ પ્રીમિયમ વેરિફિકેશન સર્વિસની જાહેરાત કરી છે. હવે ફેસબુક અને ઈંસ્ટાગ્રામ પર પણ વેરિફાઈડ અકાઉન્ટ એટલે કે બ્લૂ ટિક માટે પૈસા ચુકવવા પડશે. વેબ આ અઠવાડીયે આ સર્વિસ પહેલી વાર ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં શરુ કરવામાં આવશે. અન્ય દેશોમાં ટૂંક સમયમાં આ સર્વિસ શરુ કરી દેવામાં આવશે. કંપનીના સીઈઓ માર્ક ઝુકરબર્ગે આ વાતની જાહેરાત કરી છે. ઝુકરબર્ગે કહ્યું કે, આ અઠવાડીયામાં ્મે મેટા વેરિફાઈડ શરુ કરવા જઈ રહ્યા છીએ. આ એક સબ્સક્રિપ્શન સર્વિસ છે, જેના દ્વારા આપ આપના અકાઉન્ટને વેરિફાઈડ કરી શકશો. યુઝર્સે પોતાની સરકારી આઈડી દ્વારા અકાઉન્ટને વેરિફાઈ કરી શકશે.
ક્રિએટર્સ, સાર્વજનિક હસ્તીઓ, ખ્યાતનામ હસ્તીઓ, કંપનીઓ અને બ્રાન્ડના પેજને ફેસબુક તરફથી વેરિફિકેશન બાદ બ્લૂ બૈઝ આપવામાં આવે છે.
ટ્વિટર પર પહેલાથી જ કરી ચુક્યા છે જાહેરાત, ભારતમાં ખર્ચવા પડશે 900 રૂપિયા
આ અગાઉ ટ્વિટે પેડ સબ્સક્રિપ્શન સર્વિસ ટ્વિટર બ્લૂને રજૂ કરી હતી. ભારતમાં ટ્વિટરના યુઝર્સને પોતાના અકાઉન્ટમાં બ્લૂ ટિક નિશાન માટે મોબાઈલ ફોનના માસિક પ્લાન અંતર્ગત દર મહિને 900 રૂપિયા ખર્ચ કરવા પડશે. કંપનીએ વેબ માટે ટ્વિટર બ્લૂની કિંમત 650 રૂપિયા અને મોબાઈલ એપ યુઝર્સ માટે 900 રૂપિયા રાખ્યા છે. ટ્વિટરે કહ્યું કે, મંજૂરી મળ્યા બાદ સત્યાપિત ફોન નંહર સાથે બ્લૂ ટિક આપવામાં આવશે. પ્લેટફોર્મે વેબના યુઝર્સ માટે વાર્ષિક પ્લાન રજૂ કર્યો છે. તેના માટે ગ્રાહકોને 6000 રૂપિયા આપવા પડશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર