ચેતવણીરૂપ કિસ્સો! coronaમાં વેપારમાં સરળતાથી પૈસા કમાવવા માટે વેપારીએ રૂ.નવ લાખમાં ખરીદ્યો 'ચમત્કાર બલ્બ', પછી ભારે પસ્તાયો

ચેતવણીરૂપ કિસ્સો! coronaમાં વેપારમાં સરળતાથી પૈસા કમાવવા માટે વેપારીએ રૂ.નવ લાખમાં ખરીદ્યો 'ચમત્કાર બલ્બ', પછી ભારે પસ્તાયો
પ્રતિકાત્મક તસવીર

આરોપીઓએ વિશેષ મેગ્નેટ થકી બલ્બને ચાલુ કરીને વેપારીનો વિશ્વાસ જીતી લીધો હતો. અને ઠગ ટોળકીએ વેપારીને નવ લાખ રૂપિયામાં બલ્બ વેચ્યો હતો.

 • Share this:
  દિલ્હી: એક વેપારીને બરેલીની ઠગ ટોળકીએ (fraud case) ચમત્કારી બલ્બના નામ ઉપર 9 લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો. ત્રણ યુવકોએ એક વેપારીને કથિત રીતે 9 લાખમાં ચમત્કારી બલ્બ વેચ્યો હતો. ઠગ ટોળકીને વેપારીને વિશ્વાસ (fraud with traders) અપાવ્યો કે આ બલ્બ થકી તેને સોના-ચાંદી જેવી મોંઘી ધાતુઓની પ્રાપ્તિ થશે. તેના ઘરમાં સમૃદ્ધિ આવશે.

  મળતી માહિતી પ્રમાણે તમામ આરોપીઓ લખીમપુરના રહેવાસી હતા. આરોપીઓએ વિશેષ મેગ્નેટ થકી બલ્બને ચાલુ કરીને વેપારીનો વિશ્વાસ જીતી લીધો હતો. અને ઠગ ટોળકીએ વેપારીને નવ લાખ રૂપિયામાં બલ્બ વેચ્યો હતો. વેપારી કોરોના વાયરસની મહામારીના કારણે વેપારમાં નુકસાનનો સામનો કરી રહ્યો હતો. સળતાથી પૈસા કમાવવા માંગતો હતો.  આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે ત્રણે આરોપીઓ છુટકન ખાન, માસૂમ ખાન અને ઈરફાન ખાન વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પીડિત વેપારીએ અને ફરિયાદીની ઓળક નિતેશ મલ્હોત્રા તરીકે થઈ છે.

  આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! સુરતઃ 'તું મારી સાથે સંબંધ નહી રાખે તો હું તને બદનામ કરી દઈશ', બે સંતાનની માતા પર પુર્વ મકાન માલિકનું દુષ્કર્મ

  ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે આરોપીઓમાં પૈકી એકે મલ્હોત્રાને કથિત રૂપથી ચમત્કારી બલ્બ વેચવાની રજૂઆત કરી હતી. પીડિત પ્રમાણે આરોપીને કહ્યું કે આ બલ્બ સમુદ્રી પ્રદાન કરશે. મલ્હોત્રાને આરોપીઓના ઇરાદા ઉપર શક થયો નહીં. તેણે આ બલ્બને નવ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. જે એક સાધારણ બલ્બ નીકળ્યો હતો.

  આ પણ વાંચોઃ-સુરતઃ 'મારા મોત બાદ ઇન્સાફ અપાવજો' દિવાલ ઉપર કારણ લખી પતિનો આપઘાત, માથાભારે પત્નીના ત્રાસથી કંટાળી યુવકે ફાંસો ખાધો

  આ પણ વાંચોઃ-સુરતનો ચેતવણીરૂપ કિસ્સો! ડોક્ટરના ઘરમાંથી લાખો રૂપિયાના દાગીના ચોરી ઘરઘાટી મહિલા ફરાર, કામની શોધમાં આવી હતી સુરત

  આ મામલાના લઈને ખીરીના એસએસપી વિજય ઢુલે કહ્યું કે 'ઈરફાન પર અડધો ડઝન છેતરપિંડીના કેસ નોંધાયા છે. આ પહેલા તેના ખૂલાબ એક માસૂમ સાથે છેતરપિંડી અને રંગદારીનો મામલો નોંધાયો હતો. આ વર્ષે ઓક્ટોબરમાં બે લોકોને કથિત રૂપથી મેરઠમાં લંડનથી પરત ફરેલા એક ડોક્ટર સાથે દોઢ કરોડ રૂપિયામાં અલાદીનનો ચિરાગ વેચ્યો હતો.'  ઉલ્લેખનીય છેકે જે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે નહીં મરે. આ કહેવત સાર્થક કરતો દિલ્હીના કિસ્સાથી વેપારી આલમમાં ડરનો માહોલ ફેલાયો હતો. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથધરી છે.
  Published by:ankit patel
  First published:December 07, 2020, 18:31 pm

  ટૉપ ન્યૂઝ