Home /News /national-international /મર્સિડિઝ-બેન્ઝ ઈન્ડિયાના CEOની કાર ટ્રાફિકમાં ફંસાઈ, ગાડી છોડીને ઓટો રિક્ષામાં બેસી ગયા

મર્સિડિઝ-બેન્ઝ ઈન્ડિયાના CEOની કાર ટ્રાફિકમાં ફંસાઈ, ગાડી છોડીને ઓટો રિક્ષામાં બેસી ગયા

મર્સિડિઝ-બેન્ઝ ઈન્ડિયાના CEOની કાર ટ્રાફિકમાં ફંસાઈ

મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાના એમડી અને સીઈઓ માર્ટિન શ્વેન્કની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. તેમણે ઓટો રિક્ષામાં મુસાફરી કરતી વખતે એક તસવીર શેર કરી અને જણાવ્યું કે તેમની એસ-ક્લાસ કાર ટ્રાફિકમાં ફસાઈ જતાં તેમણે ઓટો રિક્ષા લીધી હતી. ઘણા લોકો આ અંગે પ્રતિક્રિયા આપી રહ્યા છે. સીઈઓની આ સ્ટાઈલ જોઈને કેટલાક લોકો તેને ડાઉન ટુ અર્થ કહી રહ્યા છે, તો કેટલાક કહે છે કે અમે તો કારમાં બેસીને તેની લક્ઝરીનો આનંદ માણીએ છે. ઉલ્લેખનીય છે કે ગેસ્ટ્રોએન્ટેરોલોજી સર્જન ડોક્ટર બેંગલુરુમાં ટ્રાફિક જામમાં તેમની કાર ફસાઈ જતાં ઈમરજન્સી સર્જરી માટે હોસ્પિટલ પહોંચ્યા હતા, જેનો વીડિયો પણ વાયરલ થયો હતો.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાના એમડી અને સીઈઓ માર્ટિન શ્વેન્કની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. તેમણે ઓટો રિક્ષામાં મુસાફરી કરતી વખતે એક તસવીર શેર કરી અને જણાવ્યું કે તેમની એસ-ક્લાસ કાર ટ્રાફિકમાં ફસાઈ જતાં તેમણે ઓટો રિક્ષા લીધી હતી. ઘણા લોકો આ અંગે પ્રતિક્રિયા આપી રહ્યા છે. સીઈઓની આ સ્ટાઈલ જોઈને કેટલાક લોકો તેને ડાઉન ટુ અર્થ કહી રહ્યા છે, તો કેટલાક કહે છે કે અમે તો કારમાં બેસીને તેની લક્ઝરીનો આનંદ માણીએ છે. ઉલ્લેખનીય છે કે ગેસ્ટ્રોએન્ટેરોલોજી સર્જન ડોક્ટર બેંગલુરુમાં ટ્રાફિક જામમાં તેમની કાર ફસાઈ જતાં ઈમરજન્સી સર્જરી માટે હોસ્પિટલ પહોંચ્યા હતા, જેનો વીડિયો પણ વાયરલ થયો હતો.

    શું છે સમગ્ર મામલો?

    માર્ટિન શ્વેન્કે 29 સપ્ટેમ્બરે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી અને કેપ્શનમાં લખ્યું – જો તમારી એસ-ક્લાસ (મર્સિડીઝ કાર) પુણેના શ્રેષ્ઠ રસ્તાઓ પર ફસાઈ જાય તો તમે શું કરશો? કદાચ કારમાંથી ઊતરીને થોડા કિલોમીટર ચાલવાનું શરૂ કરો અને પછી રિક્ષા લો? તેમની આ ઈન્સ્ટા પોસ્ટને અત્યાર સુધીમાં લગભગ સાતસો લાઈક્સ અને સેંકડો કોમેન્ટ્સ મળી છે.


    યુઝર્સ કરવા લાગ્યા માર્ટિનની પ્રશંસા

    માર્ટિનની પોસ્ટ પર યુઝર્સે મિશ્ર પ્રતિક્રિયા આપી હતી. જ્યાં કેટલાક લોકોએ કહ્યું કે તમે અદ્ભુત કર્યું છે. એક યુઝરે લખ્યું કે તમે જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છો. અન્ય એક યુઝરે લખ્યું- હું હજુ પણ એસ-ક્લાસમાં બેસીને સમૃદ્ધિનો આનંદ માણું છું. જ્યારે એક વ્યક્તિએ લખ્યું કે વડાપાવ મંગાવવાનો હતો. આ અંગે તમારો શું અભિપ્રાય છે? અમને ટિપ્પણી વિભાગમાં જણાવો.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Auto, Auto car, Mercedes Benz

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन