વાયુ સેનાને મળી નવી તાકાત, સાત રાજ્યોમાં નહી થઈ શકે ઘુસણખોરી!

મેમોરા એરબેસમાં લાગેલી નવી સિસ્ટમની ક્ષમતા હવામાં ઉડતી તે વસ્તુની તસવીર કેદ કરવાની છે, જે દુરબીનની મદદથી પણ ન દેખાઈ શકે.

News18 Gujarati
Updated: August 22, 2019, 7:27 PM IST
વાયુ સેનાને મળી નવી તાકાત, સાત રાજ્યોમાં નહી થઈ શકે ઘુસણખોરી!
આ સિસ્ટમ વાયુ સેના સ્ટેશન મેમોરામાં લાગેલી છે
News18 Gujarati
Updated: August 22, 2019, 7:27 PM IST
જો કોઈ ડ્રોન, માઈક્રો લાઈટ્સ હેલિકોપ્ટર અથવા ગુબ્બારાએ મધ્ય કમાનની વાયુ સીમામાં પ્રવેશ કર્યો તો તે તુરંત પકડમાં આવી જશે. તેની તસવીર તત્કાલ મુખ્યાલયને મળી જશે, અને તુરંત જ ઘુસણખોરને રોકવા માટે એક્શન લેવામાં આવશે.

સ્વતંત્રતા દિવસ પર ભારતીય સેનાએ મેમોરા એરબેસ(લખનઉ)માં એકીકૃત વાયુ કમાન અને નિયંત્રણ પ્રણાલી (આઈએસસીસીએએસ)ને પૂરી રીતે ઓપરેશન માટે જાહેર કરી દીધુ છે. આ એકીકૃત વાયુ કમાન અને કન્ટ્રોલ પ્રમાલીનું અપગ્રેડ વર્ઝન છે. આનાથી હવાઈ સીમાની રક્ષાને નવી મજબૂતી મળશે. આ સિસ્ટમ મધ્ય વાયુ કમાન અને દેશના સાત રાજ્યોની વાયુ સીમાને કોઈ પણ પ્રકારના અતિક્રમણથી બચાવ કરવામાં સક્ષમ છે.

આ સિસ્ટમ આવવાથી સામરિક, પરિચાલન અને યુદ્ધનીતિથી સંબંધિત તમામ અધિકારી અને વાયુ સેનાના જવાનોને નિર્ણય લેવામાં મદદ મળશે. મધ્ય વાયુ કમાન સાત રાજ્યોમાં ફેલાયેલી છે. આ સિસ્ટમ તેના પૂરા ક્ષેત્રમાં વાયુ રક્ષાને વધારશે. આ સિસ્ટમ વાયુ સેના સ્ટેશન મેમોરામાં લાગેલી છે, જેનાથી તમામ પ્રકારના હવાઈ ખતરા પર તત્કાલ એક્શન લેવામાં મદદ મળશે.

તમને જણાવી દઈએ કે, કાશ્મીર વિશેષ રાજ્યનો દરજ્જો સમાપ્ત થયા બાદ વાયુ સૈન્ય સુરક્ષાને મજબૂત કરવામાં આવી રહી છે. મેમોરા એરબેસમાં લાગેલી નવી સિસ્ટમની ક્ષમતા હવામાં ઉડતી તે વસ્તુની તસવીર કેદ કરવાની છે, જે દુરબીનની મદદથી પણ ન દેખાઈ શકે.
First published: August 22, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...