રામ મંદિર ટ્રસ્ટના સભ્યોએ PM મોદી સાથે મુલાકાત કરી, અયોધ્યા આવવાનું આમંત્રણ પાઠવ્યું

રામ મંદિર ટ્રસ્ટના સભ્યોએ PM મોદી સાથે મુલાકાત કરી

અયોધ્યામાં ભારતીય સ્ટેટ બેન્કની શાખામાં ન્યાસનું બેન્ક ખાતું ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો

 • Share this:
  નવી દિલ્હી : રામ મંદિર ટ્રસ્ટ (Ram Mandir Trust)ના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ (Nritya Gopal Das)સહિત ટ્રસ્ટના સભ્યોએ ગુરુવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. અયોધ્યામાં રામ મંદિર (Ram Mandir) નિર્માણ માટે હાલમાં જ રચેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની પ્રથમ બેઠક બુધવારે મળી હતી. ટ્રસ્ટના મહાસચિવ વિશ્વ હિન્દુ પરિષદના નેતા ચંપત રાય અને કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ ગિરી પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

  પ્રધાનમંત્રીને આપ્યું અયોધ્યા આવવાનું આમંત્રણ

  પ્રધાનમંત્રી સાથે મુલાકાત પછી મહંત નૃત્ય ગોપાલદાસે કહ્યું હતું કે અમે પ્રધાનમંત્રીને અયોધ્યા આપવાનું નિમંત્રણ પાઠવ્યું છે. ન્યાસની દિલ્હીમાં બુધવારે થયેલી બેઠકમાં મહંત નૃત્ય ગોપાલ દાસને રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસના અધ્યક્ષ પ્રબંધ, વિહીપના ચંપત રાયને મહાસચિવ અને પૂર્વ વરિષ્ઠ નોકરશાહ નૃપેન્દ્ર મિશ્રાને ભવન નિર્માણ સમિતિના ચેરમેન બનાવવામાં આવ્યા છે. સ્વામી ગોવિંદદેવ ગિરીને કોષાધ્યક્ષ બનાવ્યા છે.

  આ પણ વાંચો - RSSએ કહ્યુ - પીએમ મોદી અને અમિત શાહ હંમેશા ના અપાવી શકે જીત, બીજેપી પણ કરે મહેનત  અયોધ્યામાં SBIમાં ખોલાશે ન્યાસનું બેન્ક ખાતું

  બુધવારે થયેલી બેઠક પછી ચંપત રાયે જણાવ્યું હતું કે સ્વામી ગોવિંદ દેવ ગિરી જીને કોષાધ્યક્ષ બનાવ્યા છે. અયોધ્યામાં ભારતીય સ્ટેટ બેન્કની શાખામાં ન્યાસનું બેન્ક ખાતું ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
  Published by:Ashish Goyal
  First published: