નવી દિલ્હી. કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણની બીજી લહેર (Covid Second Wave) એ સમગ્ર દેશમાં કોહરામ મચાવી દીધો છે. દરરોજ કોરોનાના નવા કેસ રેકોર્ડ તોડી રહ્યા છે. શુક્રવારની વાત કરીએ તો કોરોનાના નવા કેસોની સંખ્યાએ 4 લાખના આંકડાને પણ પાર કરી દીધો છે. કોરોનાના વધતા મામલાને જોતાં કોવિડ-19 ટાસ્ક ફોર્સ (Covid-19 Task Force)ના સભ્યોએ કેન્દ્ર સરકારને રાષ્ટ્રીય લૉકડાઉન (National Lockdown) લાગુ કરવાની અપીલ કરી છે.
‘ધ સન્ડે એક્સપ્રેસ’ના અહેવાલ મુજબ, દેશમાં હાલમાં કોરોના સંક્રમણમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. કોરોનાની બીજી લહેર પહેલાથી ઘણી ખતરનાક છે. કોવિડ-19 ટાસ્ક ફોર્સ મુજબ કોરોના ઝડપથી પોતાનું રૂપ બદલી રહ્યો છે, જેના કારણે કોરોના પર કાબૂ મેળવવો મુશ્કેલ થઈ ગયો છે. ટાસ્ક ફોર્સે ભાર મૂકતાં કહ્યું કે જો આવી જ રીતે કોરોનાના કેસ વધતા રહ્યા તો દેશનું મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરી રીતે તૂટી જશે. નોંધનીય છે કે ભારતમાં શનિવારે 4.01 લાખથી વધુ કેસ સામે આવ્યા હતા જ્યારે 3523 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
કોવિડ-19 ટાસ્ક ફોર્સમાં એઇમ્સ અને આઇસીએમઆર જેવી પ્રમુખ સ્વાસ્થ્ય સંસ્થાઓના વિશેષજ્ઞ સામેલ છે. કોરોનાના વધતા કેસોને જોતાં આ અધિકારીઓની અનેકવાર બેઠક થઈ ચૂકી છે. આ બેઠકમાં જે પણ વાત રજૂ કરવામાં આવી છે તેની જાણકારી ટાસ્ક ફોર્સના અધ્યક્ષ વી. કે. પોલ વડાપ્રધાન મોદી સુધી પહોંચાડે છે.
કોવિડ-19 ટાસ્ક ફોર્સ છેલ્લા કેટલાક સપ્તાહથી આ વાત પર ખૂબ આક્રમક રીતે કહેવાનો પ્રયાસ કરી રહ્યું છે. એક સભ્યએ કહ્યું કે અમારે દેશના ઉચ્ચ પદો પર બેઠેલા લોકોને જણાવવું પડશે કે આપણી પાસે લૉકડાઉન સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર