દિલ્હીની જામા મસ્જિદમાંથી મુર્તિઓ ન નીકળે તો મને ફાંસી આપી દેજોઃ સાક્ષી મહારાજ

News18 Gujarati
Updated: November 23, 2018, 7:54 PM IST
દિલ્હીની જામા મસ્જિદમાંથી મુર્તિઓ ન નીકળે તો મને ફાંસી આપી દેજોઃ સાક્ષી મહારાજ

  • Share this:
ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ સાક્ષી મહારાજે ફરી એક વાર વિવાદિત નિવેદન આપ્યું છે, રામ મંદિર મુદ્દે સાક્ષી મહારાજે કહ્યું કે હું સુપ્રીમ કોર્ટની નિંદા કરું છું. કારણ કે તમામ બિનજરૂરી મામલે સુપ્રીમ કોર્ટે નિર્ણય આપી દીધા, પરંતુ અયોધ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટ સુનાવણી ટાળી રહ્યું છે.

આ પણ વાંચો અમે 17 મિનિટમાં પાડી દીધી હતી બાબરી મસ્જિદ, કાયદો લાવવામાં મોડુ કેમ: શિવસેના

દિલ્હીની જામા મસ્જિદ પર પણ સાક્ષી મહારાજે વિવાદિત નિવેદન આપતા જણાવ્યું કે હું આજ-કાલથી જ આડું અવળું નથી બોલી રહ્યો, રાજનીતિમાં આવતાની સાથે જ મારું પ્રથમ નિવેદન હતું કે અયોધ્યા કાશી તો ઠીક દિલ્હીની જામા મસ્જિદને તોડશો તો તેમાંથી સીડીઓ નીચેથી મૂર્તિઓ ન નિકળે તો મને ફાંસી પર લટકાવી દેજો, અને આજે પણ હું મારા આ નિવેદન પર કાયમ છું, સાક્ષી મહારાજે કહ્યું કે મુગલકાળમાં હિન્દુઓના સમ્માનનું અપમાન કરવામાં આવ્યું. મંદિરો તોડવામાં આવ્યા અને મસ્જિદ બનાવવામાં આવ્યા.

ઉન્નાવના સાંસદ સાક્ષી મહારાજ હંમેશાથી જ પોતાના નિવેદનોને લીધે ચર્ચામાં રહે છે. રામ મંદિરને લઇને સાક્ષી મહારાજે કહ્યું કે હવે ભાજપની સરકાર પાસે અપેક્ષા છે કે સોમનાથની જેમ લોકસભામાં કાયદો બનાવે, લોકસભા ચૂંટણી પહેલા મંદિર નિર્માણ કરવામાં આવે. ભલે સરકારને લોકસભામાં અધ્યાદેશ લાવવો પડે અથવા નરસિમ્હા રાવે જે જમીન અધિગ્રહિત કરી, તે રામ જન્મભુમિ ન્યાસને આપવી પડે.
Published by: Sanjay Vaghela
First published: November 23, 2018, 7:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading