એટલાન્ટિક ગ્લેશિયર પીગળવાના કારણે સમુદ્રના સ્તરમાં 20% વધારો થશે, પહેલાના અનુમાન કરતા વધારે

પ્રતીકાત્મક તસવીર

સમુદ્રના સ્તરમાં થતા વધારાને કારણે આવનારા સમયમાં તેની ભયંકર અસર જોવા મળશે, જેની 300 મિલિયન લોકોના ઘર પર અસર થશે. 200 મિલિયન લોકો પૂરમાં તેમના ઘર ગુમાવી શકે છે.

  • Share this:
નવી દિલ્હી: ગ્લોબલ વોર્મિંગના કારણે ગ્લેશિયર ઝડપથી પીગળી રહ્યા છે, જેના કારણે સમુદ્રનું સ્તર વધી રહ્યું છે. વર્ષ 1993થી દર વર્ષે 3.3 મિલીમીટરનો વધારો થાય છે. નવી ગણતરી અનુસાર વેસ્ટ એટલાન્ટિક આઈસ શીટ પડી રહી છે, જેમાં ગ્લેશિયર પીગળે છે અને બેડરોક વધી રહ્યો છે. જેના કારણે મહાસાગરોનું સ્તર 3થી 4 મીટર વધી રહ્યું છે અને તેનાથી 20% વધુ પૂર આવી શકે છે. 30 એપ્રિલે સાયન્સ એડવાન્સિસ જર્નલમાં પ્રકાશિત થયેલ સ્ટડીમાં બેડરોકની વૃદ્ધિને ચિંતાના કારણ તરીકે જોવામાં આવ્યું નથી.

પૃથ્વીના બહારના આવરણ પરથી ગ્લેશિયરમાં થતી વૃદ્ધિનું કારણ જાણી શકાયું છે. જ્યારે ગ્લેશિયર ઓગળે ત્યારે તે બેડરોક પર ખૂબ જ ભારપૂર્વક પડે છે. પરિણામે મેન્ટલ બહાર નીકળવા લાગે છે, જેના કારણે સમુદ્રના સ્તરમાં વૃદ્ધિ જોવા મળે છે. એનોલોજીમાં નાસાએ પુડિંગ માટે વેનિલા વેફરના વજનને હોલ્ડ ન કરવા સાથે સરખામણી કરી છે કે જે, સ્ટ્રોબેરી ટોપ પર હોવાના કારણે ખૂબ જ વજનદાર થઈ ગઈ છે. જેના કારણે પુડિંગ બહાર આવે છે. આ પ્રકારે મહાસાગરોના દરિયાકિનારા પર પૂર આવે છે.

આ પણ વાંચો: સિટી સ્કેન કરવાથી કોઇ જોખમ કે કેન્સર થતું નથી, ડૉક્ટર સલાહ જરૂરી: ડૉક્ટર હેમંત પટેલ 

આ પણ વાંચો: મુંબઈ: ગુજરાતના ધૈર્યરાજને 16 કરોડ રૂપિયાનું ઇન્જેક્શન અપાયું

ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકામાં હજારો વર્ષોથી ગ્લેશિયર પડે છે. જો આ ગ્લેશિયર પડવાની ગતિમાં વધારો થાય છે તો તટીય વિસ્તારો પર તેની અસર થાય છે. જો ગ્લેશિયર પડવાની ગતિ પહેલેથી જ વધારે છે તો તેના માટે માત્ર માનવ જવાબદાર છે, જે સતત પર્યાવરણને નુકસાન કરે છે અને ગ્લોબલ વોર્મિંગ થાય છે. સમુદ્રના સ્તરમાં થતા વધારાને કારણે આવનારા સમયમાં તેની ભયંકર અસર જોવા મળશે, જેની 300 મિલિયન લોકોના ઘર પર અસર થશે. 200 મિલિયન લોકો પૂરમાં તેમના ઘર ગુમાવી શકે છે.
First published: