'હૅપીનેસ ક્લાસ' જોવા પહોંચ્યા મેલાનિયા ટ્રમ્પ, કેજરીવાલે ટ્વિટ કરી ખુશી વ્યક્ત કરી

News18 Gujarati
Updated: February 25, 2020, 3:52 PM IST
'હૅપીનેસ ક્લાસ' જોવા પહોંચ્યા મેલાનિયા ટ્રમ્પ, કેજરીવાલે ટ્વિટ કરી ખુશી વ્યક્ત કરી
સ્કૂલના બાળકો સાથે ફર્સ્ટ લેડી.

દિલ્હીની સરકારી સ્કૂલોની મુલાકાત લઈ મેલાનિયા ટ્રમ્પે હૅપીનેસ ક્લાસ વિશે જાણકારી મેળવી

  • Share this:
નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump)ના બે દિવસીય ભારતીય (India) પ્રવાસના બીજા દિવસે દેશની રાજધાની દિલ્હી (Delhi)માં છે. આ પ્રસંગે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જ્યાં ભારતની સાથે થનારી મહત્વની સમજૂતીઓમાં સામેલ થશે, તો બોજી તરફ તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ (Melania Trump) દિલ્હીની સરકારી સ્કૂલોની મુલાકાત કરી રહી છે. મેલાનિયા ટ્રમ્પ મોતીબાગના સર્વોદય વિદ્યાલય પહોંચ્યા. સ્કૂલ પહોંચતા જ મેલાનિયાને બાળકોએ બુકે આપ્યું. ત્યારબાદ મેલાનિયાએ બાળકો સાથે વાત કરી. આ પ્રસંગે મેલાનિયા ટ્રમ્પ દિલ્હી સરકારની મહાત્વાકાંક્ષી યોજના હૅપીનેસ ક્લાસ વિશે વિસ્તારથી જાણશે.

મેલાનિયા ટ્રમ્પના સ્કૂલ પ્રવાસ પહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી દિલ્હીની સરકારી સ્કૂલોને અભિનંદન પાઠવ્યા છે. કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું કે, અમને ખુશી છે કે અમેરિકાની ફર્સ્ટ લેડી અમારી સ્કૂલમાં આવી રહ્યા છે. અમારા શિક્ષકો, સ્ટુડન્ટ્સ અને દિલ્હીના લોકો માટે મોટો દિવસ છે. સદીઓથી ભારતે દુનિયાને આધ્યાત્મિક્તા શીખવાડી છે. મને ખુશી છે કે તેઓ અમારી સ્કૂલોથી ખુશીનો સંદેશ લઈને પરત જશે.

નોંધનીય છે કે, દિલ્હી સરકારે સ્કૂલમાં લગભગ દોઢ વર્ષ પહેલા હૅપીનેસ કરિક્યુલમ શરૂ કર્યો હતો. તે હેઠળ દરરોજ બાળકોને એક સ્પેશલ ક્લાસ આપવામાં આવે છે, જેનું નામ હૅપીનેસ ક્લાસ રાખવામાં આવ્યું છે. આ ક્લાસનો ઉદ્દેશ્ય બાળકોમાં સકારાત્મક્તા ઊભી કરવાનો છે.

નોંધનીય છે કે દિલ્હીની સરકારી સ્કૂલોમાં ચાલનારા હૅપીનેસ ક્લાસ 45 મિનિટનો હોય છે. દરરોજ એક પીરિયડ હૅપીનેસ ક્લાસનો હોય છે. તેમાં નર્સરીથી લઈને ધોરણ-8 સુધીના બાળકોને સામેલ કરવામાં આવે છે. આ ક્લાસમાં બાળકોને ધ્યાન ધરવાનું શીખવવામાં આવે છે એન તેમાં કોઈ પણ પ્રકારની કોઈ પ્રાર્થના નથી હોતી. આ ક્લાસમાં ન તો કોઈ મંત્ર બોલવામાં આવે છે અને ન તો કોઈ દેવી-દેવતાની પૂજા કરવામાં આવે છે. તેમાં પોતાના શ્વાસો પર ધ્યાન આપવા માટે કહેવામાં આવે છે, જેનાથી બાળકોનું મગજ શાંત કરાવી શકાય. આ ભારતમાં ધ્યાન ધરવાની જૂની સંસ્કૃતિ છે.આ પણ વાંચો: 

First published: February 25, 2020
વધુ વાંચો
अगली ख़बर