ન્યૂઝ18ગુજરાતીઃ પંજાબ નેશનલ બેન્ક સાથે કરોડો રૂપિયાની લોન છેતરપિંડીના આરોપી અને હીરાના વેપારી મેહુલ ચોક્સી ઉપર હવે અમેરિકનોને ઠગવાનો આરોપ લાગ્યો છે. અમેરિકાની દીવાલિયા કોર્ટે ચોક્સીની અમેરિકા સ્થિત કંપની સેમુઅલ જ્વેલર્સ વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા છે. જેમાં જાણવા મળ્યું કે, ચોક્સીની કંપની અસલી હીરાની જગ્યાએ ગ્રાહકોને લેબમાં બનેલા હીરા વેચતી હતી.
અંગ્રેજી સમાચાર પત્ર ઇન્ડિય એક્સપ્રેસમાં આવેલા રિપોર્ટ પ્રમાણે આ તપાસમાં જાણવા મળ્યું હતું કે, ચોક્સી બ્રિટિશ વર્જિન આયર્લેન્ડમાં સ્થિત એક પ્રયોગશાળામાં ગુપ્ત રૂપથી આ હીરા બનાવતી હતી. ફોરેન્સિક રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ગીતાજંલી જેમ્સ લિમિટેડના માલિકી હક ધરાવતી સેમુઅલ જ્વેલર્સને પંજાબ નેશનલ બેન્કે ગીતાંજલી દ્વારા વચનપત્રના આધાર ઉપર બે કરોડ ડોલરની લોન આપી હતી.
આ પહેલા ચોક્સીના એક પૂર્વ વરિષ્ઠ કર્મચારીએ પણ આરોપ લગાવ્યો છે કે, તેમની કંપની નકલી હીરાને અસલી ગણાવી વેચતી હતી. કંપનીના એક પૂર્વ મેનેજિંગ ડાયરેક્ટર સંતોષ શ્રીવાસ્તવે કહ્યું કે નકલી હીરાને બ્રેન્ડ વેલ્યુ, કટ્સ અને નકલી સર્ટિફિકેશન આપીને ઉંચા ભાવમાં વેચવામાં આવતા હતા. એ-ગ્રેડ ગણાવીને વેચવામાં આવતા હીરા હકીકતમાં સી-ગ્રેડના હતા.
તેમણે ગત વર્ષે જણાવ્યું હતું કે, કિંમતી અને દુર્લભ ગણાવીને વેચવામાં આવતા હીરા અસલમાં લેબમાં બનતા હતા. જેનો ખર્ચ બતાવવામાં આવેલી કિંમતના માત્ર 5-10 ટકા જ હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર