3 દિવસ પહેલા એન્ટિગુઆથી ગુમ થયેલો મેહુલ ચોકસી ડોમિનિકામાં ઝડપાયો, ભારત કરવામાં આવી શકે છે પ્રત્યર્પિત

મેહુલ ચોકસીની ફાઇલ તસવીર

ડોમિનિકા આઇલેન્ડની પોલીસે મેહુલ ચોકસીને કસ્ટડીમાં લીધા બાદ કલાકો સુધી પૂછપરછ કરી

 • Share this:
  નવી દિલ્હી. ભારત દેશથી ફરાર આરોપી અને ગુમ થયેલા વેપારી મેહુલ ચોકસી (Mehul Choksi) ડોમિનિકા (Dominica)માં ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઇડી)ની કસ્ટડીમાં છે. એન્ટિગુઆ (Antigua)ના મીડિયાએ આ વાતની જાણકારી આપી છે. મેહુલ ચોકસી કેરબિયન દેશ ડોમિનિકામાં જોવા મળ્યો, ત્યારબાદ ડોમિનિકા આઇલેન્ડની પોલીસે તેને કસ્ટડીમાં લીધા બાદ તેની અનેક કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી. ત્યારબાદ ચોકસીને ફરી એન્ટિગુઆ મોકલવા માટે ડિપ્લોમેટિક રીતે વાતચીતની પ્રક્રિયા ચાલી રહી છે. બીજી તરફ એન્ટિગુઆના વડાપ્રધાન ગૈસ્ટન બ્રાઉનેએ સીએનએન ન્યૂઝ18ને કહ્યું કે, અમે ડોમિનિકન સરકાર સાથે તેને ગેરકાયેદસર રીતે પોતાના દેશમાં પ્રવેશ કરવા માટે કસ્ટડીમાં લેવાનું કહ્યું છે અને તેને વોન્ટેડ વ્યક્તિ ગણાવીને સીધો ભારત મોકલી દેવામાં આવે.

  મૂળે, મેહુલ ચોકસી ગત રવિવારે એટલે કે 23 મેની સાંજે પાંચ વાગ્યે અચાનક પોતાના નિવાસસ્થાનથી પોતાની કારમાં બેસીને બહાર ગયો હતો. પરંતુ થોડા સમય બાદ તેની કાર ત્યાં આસપાસ મળી આવી હતી. ત્યારબાદ તેના પરિજનો અને મેહુલ ચોકસીના ભારતમાં સ્થિત વકીલ વિજય અગ્રવાલ દ્વારા મીડિયા સહિત અન્ય એજન્સીઓને જણાવ્યું કે તે એન્ટીગુઆથી ગુમ થઈ ગયો છે, જેના માટે તેઓ ખૂબ પરેશાન છે. જોકે આ ઘટના બાદ ત્યાંની રોયલ પોલીસ ફોર્સ તાત્કાલિક પ્રભાવથી સૌથી પહેલા મેહુલ ચોકસીની તલાશ માટે તેની એક તસવીર સાથે નિવેદન જાહેર કરીને શોધવામાં લાગી ગઈ હતી.

  આ પણ વાંચો, ઓનલાઇન મીટિંગમાં બાબા રામદેવે કહ્યુ- ‘કોઈના બાપમાં તાકાત નથી જે રામદેવને અરેસ્ટ કરી શકે’

  પીએનબી સ્કેમમાં મેહુલ ચોકસી છે વોન્ટેડ

  ભારતથી ફરાર હીરા કારોબારી મેહુલ ચોકસી છેલ્લા થોડાક સમયથી એન્ટિગુઆના જોલી હાર્બર વિસ્તારમાં રહે છે. ત્યારબાદથી ભારત દેશની તપાસ એજન્સી (CBI) અને ઇડી (ED)ની ટીમ તેને પરત ભારતમાં પ્રત્યર્પિત કરવા માટે પ્રયત્નશીલ છે. નોંધનીય છે કે ચોકસી પંજાબ નેશનલ બેંક (PNB Scam)ની સાથે કથિત રીતે 13,500 કરોડ રૂપિયાની છેતરપિંડીના મામલામાં વોન્ટેડ છે. ચોકસીની વિરુદ્ધ ઇન્ટરપોલે રેડ કોર્નર નોટિસ જાહેર કરેલી છે.

  આ પણ વાંચો, ઈરફાન પઠાણની પત્નીની તસવીર પર થયો વિવાદ, કહ્યુ- ‘હું તેનો માલિક નથી, સાથી છું’

  મેહુલ ચોકસીના વકીલનો દાવો છે કે તેમના અસીલ એન્ટિગુઆના નાગરિક છે. એવામાં તેમની પાસે એન્ટિગુઆના તમામ લોકોને મળવાનો અધિકાર છે. નોંધનીય છે કે કેરેબિયન દેશ એન્ટિગુઆની બાજુમાં જ ડોમિનિકા દેશ છે જ્યાંથી હવે મેહુલ ચોકસી ઝડપાઈ ગયો છે.
  Published by:Mrunal Bhojak
  First published: