Home /News /national-international /મેહુલ ચોક્સીનો દાવો: ભારતીય એજન્સીઓથી ડરીને નહિં પરંતુ સારવાર માટે દેશ છોડ્યો

મેહુલ ચોક્સીનો દાવો: ભારતીય એજન્સીઓથી ડરીને નહિં પરંતુ સારવાર માટે દેશ છોડ્યો

નવી દિલ્લી: હીરાનો વેપારી મેહુલ ચોકસી (Mehul Choksi)એ ઈન્ટરવ્યું લેવા માટે ભારતીય અધિકારીઓને નિમંત્રણ આપ્યું હતું, અને દાવો કર્યો હતો કે, તેણે માત્ર સારવાર મેળવવાના હેતુંથી ભારત દેશ છોડ્યો હતો. ચોકસીએ જાહેરાત કરી હતી કે, તે એક કાયદો માનનારો ભારતીય નાગરિક છે. ડોમેનિકા હાઈકોર્ટના દાયરામાં એક સોગંદનામામાં 62 વર્ષીય ભારતીય વેપારીએ કહ્યું કે. મે ભારતીય અઘિાકરીઓને મારુ નિવેદન લેવા માટે તથા પ્રશ્નો કરવામાં નિમંત્રણ આપ્યું છે.

ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેલાલ અનુસાર ચોકસીએ કહ્યું કે, હું ભારતમાં કાયદાથી બચીને નહિં પરંતુ મારી સારવાર અમેરિકામાં કરવાવા માટેમે ભારત છોડ્યું હતું. તે સમયે ભારતની એજન્સીઓ દ્વારા મારી સામે કોઈ વોરંટ જાહેર કરાયું ન હતું. મેહુલ ચોક્સી હાલમાં ડોમિનિકા જેલમાં બંધ છે. 23 મેના રોજ ચોક્સી રહસ્યમય સંજોગોમાં એન્ટિગુઆ અને બર્મુડાથી ગુમ થઈ ગયો હતો અને તેની સામે ઇન્ટરપોલની 'યલો નોટિસ' જોતા પડોશી ડોમિનિકામાં તેની ધરપકડ કરવામાં આવી હતી. હવે ભારત સરકાર તેને ભારત લાવવા માટેના પ્રયાસો કરી રહી છે.

ડોમિનીકાથી ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીને પરત લાવવા ભારત દ્વારા મોકલેલી વિવિધ એજન્સીઓના અધિકારીઓની ટીમ 4 જૂને ખાનગી કતાર એરવેઝના વિમાનમાં પરત આવી હતી.

ડોમેનિકા ઉચ્ચા અદાલતે ત્રણ જૂને આ મામલેની સુનાવણી સ્થગિત કરી દીધી હતી. ત્યારબાદથી વિમાન 3 જૂને સ્થાનિક સમય અનુસાર રાત્રિના 8.09 વાગ્યે ડોમિનિકાના મેલ્વિલ હોલ એરપોર્ટથી ઉપડ્યું હતું અને શુક્રવારે ભારતીય સમય મુજબ 11:02 વાગ્યે ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પહોંચ્યું હતું. વિમાનમાં સવાર ટીમનું નેતૃત્વ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) ના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ શારદા રાઉત કરી રહ્યા હતા.

ચોક્સી અને તેના ભાણા નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંકમાંથી આશરે 13,500 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની કબૂલાત કરી હતી. નીરવ મોદી લંડનની જેલમાં બંધ છે અને ભારત પ્રત્યાર્પણ વિરુદ્ધ કેસ લડી રહ્યો છે. ચોક્સીએ 2017માં એન્ટિગુઆ અને બર્મુડાની નાગરિકતા લીધી અને જાન્યુઆરી 2018ના પહેલા અઠવાડિયામાં ભારતથી ભાગી ગયો. આ પછી જ આ કૌભાંડ સામે આવ્યું હતું. બંને સીબીઆઈ તપાસનો સામનો કરી રહ્યા છે.
First published:

Tags: Mehul Choksi, Nirav Modi, PNB scam