ભગવી જર્સીના કારણે ટીમ ઈન્ડિયાને મળી હાર : મહેબૂબા મુફ્તી

મહેબૂબા મુફ્તી (ફાઈલ ફોટો)

ઈંગ્લેન્ડ સામે હારનું ઠીકરું મહેબૂબા મુફ્તીએ ભગવા જર્સી પર ફોડ્યું

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાનો વિજય રથને રોકી દીધો છે. મેજબાન ઈંગ્લેન્ડના 337 રનનો પીછો કરતી ટીમ ઈન્ડિયા 31 રને હારી ગઈ. ભારતીય ટીમની હાર પર હવે ચારે તરફથી પ્રતિક્રિયાઓ આવવાનું શરૂ થઈ ગયું છે. જમ્મુ-કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ભારતીય ટીમની હાર પર પોતાનો પ્રતિક્રિયા આપી છે.

  મહેબૂબા મુફ્તીએ ટ્વિટ કરીને કહ્યું કે, તમે મને અંધવિશ્વાસી કહો પરંતુ આ (ભગવા) જર્સીએ વર્લ્ડ કપમાં ભારતની જીતના સિલસિલાને રોકી દીધો.

  નોંધનીય છે કે, આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ભારતીય ટીમની આ સાત મેચોમાં પહેલી હાર છે. જોકે, તે હજુ પોઇન્ટ ટેબલમાં બીજા નંબરે છે અને આ હારથી તેના સ્થાન પર કોઈ ખાસ અસર નહીં પડે. તેને હજુ બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે રમવાનું છે. બીજી તરફ, ઈંગ્લેન્ડે 8 મેચોમાં પોતાની પાંચમી જીત નોંધાવી છે. તે પોઇન્ટ ટેબલમાં ચોથા નંબરે આવી ગઈ છે. પરંતુ તેનું સેમીફાઇનલમાં સ્થાન હજુ પણ પાકું થયું નથી.

  આ પણ વાંચો, ઈંગ્લેન્ડ સામે ટીમ ઈન્ડિયા ધોની અને જાધવના કારણે હારી?

  ભારત પોતાની નિર્ધારિત 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 306 રન જ કરી શક્યું. ભારત તરફથી રોહિત શર્માએ સૌથી વધુ 102 રન કર્યા. બીજી તરફ, કેપ્ટન વિરાટ કોહલીએ 66 રનની ઈનિંગ રમી. પૂર્વ કેપ્ટન ધોની 42 રન બનાવીને અણનમ રહ્યો. વર્લ્ડ કપમાં ઈન્ડિયા 27 વર્ષ બાદ ઈંગ્લેન્ડ સામે હાર્યુ.
  Published by:Mrunal Bhojak
  First published: