શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી નેતા મહેબૂબા મુફ્તી (Mehbooba Mufti )એ કેન્દ્ર સરકાર પર ઘણા આરોપ લગાવ્યા છે. આ દરમિયાન વિવાદાસ્પદ નિવેદન પણ કર્યું હતું. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે પોતાના હાથમાં જમ્મુ કાશ્મીરનો ઝંડો બતાવતા કહ્યું હતું કે મારો ઝંડો આ છે. જ્યારે આ ઝંડો પાછો આવશે ત્યારે અમે તિરંગો પણ ફરકાવીશું. જ્યાં સુધી અમને પોતાનો ઝંડો પાછો નહીં મળે ત્યાં સુધી અમે કોઈ ઝંડો ફરકાવીશું નહીં. અમારો ઝંડો જ તિરંગા સાથે અમારા સંબંધને સ્થાપિત કરે છે.
મહેબૂબા મુફ્તીએ કહ્યું હતું કે આર્થિક રીતે બાંગ્લાદેશ કરતા પણ પાછળ રહી ગયા છીએ. તે પછી રોજગારનો મુદ્દો હોય કે બીજો. દરેક ફ્રન્ટ પર આ સરકાર નિષ્ફળ છે. આ સરકાર પાસે એવું કોઈ કામ નથી જેને દેખાડીને તે વોટ માંગી શકે. આ લોકો કહે છે કે હવે જમ્મુ કાશ્મીરમાં જમીન ખરીદી શકાશે. પછી કહે છે કે ફ્રી વેક્સીન વહેચીશું. આજે પીએમ મોદીને વોટ માટે આર્ટિકલ 370 પર વાત કરવાની જરૂર પડે છે.
Mehbooba Mufti, PDP: It's a fact that China captured 1000 sq km of our land. I think we somehow managed to get back around 40 km. China speaks of Article 370 too. They say it's disputed & ask why was J&K made UT? J&K came into international view like never before after abrogation pic.twitter.com/lVIuORD9Fq
ચીનને લઈને મહેબૂબા મુફ્તીએ કહ્યું કે એ સાચું છે કે ચીને આપણી 1000 સ્ક્વેયર કિલોમીટર જમીન પર કબજો કરી લીધો છે. મને લાગે છે કે આપણે કોઈ રીતે 40 કિમી જમીન પાછી લેવામાં સફળ રહ્યા. ચીન આર્ટિકલ 370 અને જમ્મુ કાશ્મીર વિશે પણ વાત કરે છે. તે પૂછે છે કે આખરે કાશ્મીરને સંઘશાસિત પ્રદેશ કેમ બનાવવામાં આવ્યો. આર્ટિકલ 370 હટાવ્યા પછી જમ્મુ કાશ્મીર પર આંતરરાષ્ટ્રીય રીતે જેટલી ચર્ચા થઈ છે તેટલી ક્યારેય થઈ નથી.
ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરની બધી રાજનીતિક પાર્ટીઓએ મળીને એક નવો ફ્રન્ટ બનાવ્યો છે. મહેબૂબા મુફ્તીના બહાર આવ્યા પછી નેશનલ કોંન્ફ્રેંસના ફારુક અબ્દુલા અને ઉમર અબ્દુલાએ તેમની સાથે મુલાકાત કરી હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર