મોદીના ન્યૂક્લિયર એટેકના નિવેદન પર બોલ્યા મહેબૂબા, ... તો પાકિસ્તાને પણ ઈદ માટે નથી રાખ્યા

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પાકિસ્તાન પાસે પણ ન્યૂક્લિયર બોમ્બ છે. તો આપણી પાસે શું છે? શું તે દિવાળી માટે રાખ્યા છે? અમારી સરકારે પાકિસ્તાનની બધી હેકડી કાઢી નાખી

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પાકિસ્તાન પાસે પણ ન્યૂક્લિયર બોમ્બ છે. તો આપણી પાસે શું છે? શું તે દિવાળી માટે રાખ્યા છે? અમારી સરકારે પાકિસ્તાનની બધી હેકડી કાઢી નાખી

 • Share this:
  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રવિવારે રાજસ્થાનના બાડમેરમાં કરવામાં આવેલા ન્યૂક્લિયર એટેકવાળા નિવેદન પર દેશમાં રાજનીતિ શરૂ થઈ ગઈ છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ સોમવારે આ મામલામાં પાકિસ્તાનનો પક્ષ લેવાની કોશિસ કરી છે.

  મહેબૂબાએ ટ્વીટ કરી કહ્યું કે, ભારતે ન્યૂક્લિયર બોમ્બ દિવાળી માટે નથી બનાવ્યા તો, શું પાકિસ્તાને તેને ઈદ માટે રાખ્યા છે? પીએમ મોદીએ આ પ્રકારની નિમ્ન પ્રકારની રાજનીતિથી દૂર રહેવું જોઈએ.

  તમને જણાવી દઈએ કે, રવિવારે એક ચૂંટણી સભા દરમ્યાન પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, વારંવાર અમારી પાસે ન્યૂક્લિયર બટન છે, ન્યૂક્લિયર બટન છે, એવું જ કહેતા હતા. સમાચારપત્રોવાળા પણ કહેતા કે પાકિસ્તાન પાસે પણ ન્યૂક્લિયર બોમ્બ છે. તો આપણી પાસે શું છે? શું તે દિવાળી માટે રાખ્યા છે? અમારી સરકારે પાકિસ્તાનની બધી હેકડી કાઢી નાખી, તેને કટોરો લઈ ફરવા માટે મજબૂર કરી દીધુ છે.  ઉલ્લેખનીય છે કે, આ પહેલી વખત નથી, જ્યારે મહેબૂબા મુફ્તીએ કોઈ મામલાને લઈ પાકિસ્તાનનો પક્ષ લીધો હોય. આ પહેલા પમ કેટલીએ એવા અવસર પર મહેબૂબા મુફ્તીએ પાકિસ્તાનની તરફદારી કરતા જોવા મળ્યા છે.
  Published by:kiran mehta
  First published: