મહેબુબા મુફ્તીની ધમકી, 'જો આર્ટિકલ 370 અને 35A હટાવશો તો ભડકે બળશે દેશ'

આ આર્ટિકલના કારણે જમ્મુ કાશ્મીરના સ્થાયી નાગરિકો જ ત્યાં કોઇ પ્રોપર્ટી ખરીદી શકે કે કોઇ મિલકતના નાગરિક બની શકે.

આ આર્ટિકલના કારણે જમ્મુ કાશ્મીરના સ્થાયી નાગરિકો જ ત્યાં કોઇ પ્રોપર્ટી ખરીદી શકે કે કોઇ મિલકતના નાગરિક બની શકે.

 • Share this:
  લોકસભા ચૂંટણીને લઈ બીજેપીએ સોમવારે સંકલ્પ પત્ર જાહેર કર્યું છે. જેમાં આર્ટિકલ 370 અને 35એ હટાવવાનો વાયદો પણ કરવામાં આવ્યો છે. આ મુદ્દે ટ્વીટ કરી જમ્મુ-કાશ્મીરની પૂર્વ પુર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ બીજેપી સરકારને ધમકી આપી છે. મહેબૂબા મુફ્તીએ ટ્વીટ કર્યું, પહેલાથી જ જમ્મુ-કાશ્મીર બાદૂદના ઢગલા પર બેઠેલું છે. જો આવું થયું તો, માત્ર કાશ્મીર જ નહીં પરંતુ, પૂરો દેશ ભડકે બળશે. જેથી બીજેપીને અપીલ કરૂ છું કે, તે આગ સાથે રમવાનું બંધ કરે.

  ભારતીય જનતા પાર્ટીએ વર્ષ 2019ની સામાન્ય ચૂંટણી પહેલા જાહેર કરેલા ઘોષણાપત્રમાં 35એ હટાવવાનો વાયદો કર્યો છે. ગત ત્રણ-ચાર વર્ષમાં કેટલીએ વખત કાશ્મીર સંદર્ભે 35એની ચર્ચા થતી રહી છે. આ વિવાદાસ્પદ મુદ્દો ચર્ચામાં આવી રહ્યો છે. હાલમાં આ મામલો સુપ્રીમકોર્ટમાં પણ વિચારાર્થે છે.

  આર્ટિકલ 35એ જમ્મુ-કાશ્મીરના નાગરિકોને વિશેષ અધિકાર આપે છે. જમ્મુ-કાશ્મીરમાં આ આર્ટિકલમાં કોઈ પણ પ્રકારના પેરફારનો વિરોધ થઈ રહ્યો છે. હાલની ચૂંટણીમાં પણ જમ્મુ-કાશ્મીર ના પ્રમુખ રાજનૈતિક દળોએ 35એને એક મોટો મુદ્દો બનાવ્યો હતો. તે આ કલમ હટાવવાના તમામ પ્રકારનો વિરોધ કરી રહ્યા છે.

  શું છે આર્ટિકલ 35A?

  35A રાજ્યને તે નક્કી કરવાની તક આપે છે કે ત્યાંનો સ્થાયી નાગરિક કોણ છે. આ આર્ટિકલના કારણે જમ્મુ કાશ્મીરના સ્થાયી નાગરિકો જ ત્યાં કોઇ પ્રોપર્ટી ખરીદી શકે કે કોઇ મિલકતના નાગરિક બની શકે. આ આર્ટિકલ પ્રમાણે અસ્થાયી નાગરિકને ત્યાં સરકારી નોકરીઓ અને સરકારી સહાયતાથી પણ વંચિત રાખવામાં આવે છે. આ આર્ટિકલ પ્રમાણે જમ્મુ કાશ્મીરની કોઇપણ છોકરી રાજ્યની બહાર કોઇપણ છોકરા સાથે લગ્ન કરે છે તો તેના અને તેના બાળકોને જમ્મુની કોઇપણ મિલકત સાથેના અધિકારો મળતા નથી.

  કોને માનવામાં આવે છે જમ્મુ કાશ્મીરના સ્થાયી નાગરિક?

  જમ્મુ કાશ્મીરના સંવિધાન પ્રમાણે ત્યાંનો સ્થાયી નાગરિક તે છે જે 14 મે 1954ના રોજ રાજ્યનો નાગરિક હોય કે પછી તે પહેલા 10 વર્ષોથી રાજ્યમાં રહે છે અને તેની ત્યાં સંપત્તિ હોય.

  મહારાજા હરિ સિંહે જાહેર કરેલી નોટિસ પ્રમાણે અહીંનો સ્થાયી નાગરિક તે છે જે 14 મે 1954ના રોજ રાજ્યનો નાગરિક હોય કે પછી તે પહેલાના 10 વર્ષો પહેલા રાજ્યમાં રહી રહ્યાં હોય, તેની ત્યાં સંપત્તિ હોય.
  Loading...

  ત્યાંનો અસ્થાયી નાગરિક લોકસભામાં ચૂંટણીમાં વોટ કરી શકે છે પરંતુ રાજ્યના સ્થાનિક ચૂંટણીમાં વોટ નહીં કરી શકે છે.

  35A આર્ટિકલ કઇ રીતે અસ્તિત્વમાં આવ્યો?

  મહારાજા હરી સિંહ જે આઝાદી પહેલા જમ્મુ કાશ્મીરના રાજા હતાં. તેમણે નોટિસ જાહેર કરીને જણાવ્યું હતું કે રાજ્યની પ્રજાને કોને-કોને માનવામાં આવશે? આ બંન્ને નોટિસ તેમણે 1927 અને 1933માં જાહેર કરી હતી.

  પછી જ્યારે ભારતની આઝાદી પછી ઓક્ટોબર, 1947માં મહારાજા હરિસિંહે ભારતની સાથે વિલયપત્ર પર હસ્તાક્ષર કરી દીધા તો તેની સાથે જ ભારતીય સંવિધાનમાં આર્ટિકલ 370ને જોડવામાં આવ્યું. આ આર્ટિકલ જમ્મુ અને કાશ્મીરને વિશેષાધિકાર આપે છે. જે પછી કેન્દ્ર સરકારની શક્તિઓ જમ્મુ કાશ્મીરમાં સીમિત થઇ ગઇ. હવે કેન્દ્ર, જમ્મુ કાશ્મીરમાં બસ રક્ષા, વિદેશ સંબંધ અને સંચારના મામલામાં જ દખલ કરતું હતું.

  જે પછી 14 મે, 1954ના રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદે એક આદેશ પસાર કર્યો. આ આદેશ દ્વારા સંવિધાનમાં એક નવી કલમ 35A જોડવામાં આવી. સંવિધાનની કલમ 370 અંતર્ગત આ અધિકાર આપવામાં આવ્યો હતો.

  રાષ્ટ્રપતિનો આ આદેશ 1952માં જવાહરલાલ નેહરૂ અને શેખ અબ્દુલ્લા વચ્ચે થયેલી 'દિલ્હી સમજૂતી' પછી આવ્યો હતો. દિલ્હી સમજૂતીમાં જમ્મુ કાશ્મીર રાજ્યના નાગરિકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી હતી. 1956માં જમ્મુ કાશ્મીરનું સંવિધાન લાગુ કર્યા પછી જ આ વ્યવસ્થાને પણ લાગૂ કરી દેવામાં આવ્યું હતુ.

  સુપ્રિમ કોર્ટમાં અરજીકર્તાઓ કોણ છે અને તેમની માંગ કઇ છે?

  વર્ષ2014માં એક એનજીઓ We The Citizensએ અરજી કરીને આ કલમને બંધ કરવાની માગ કરી હતી. તેનો આરોપ છે કે, અન્ય વસ્તુઓની જેમ જ આ આર્ટિકલ ભારતની એકતાની ભાવના સામે ખતરારૂપ છે. સાથે જ અન્ય રાજ્યોમાંથી આવનાર ભારતીય નાગરિકો જમ્મુ કાશ્મીરમાં મિલકત અને રોજગાર મેળવી નથી શકતા. આ મૌલિક અધિકારોનું હનન છે.

  બીજી અર્જીકર્તા ચારૂવાલિયા ખન્નાએ પણ આ કલમને પડકારતા કહ્યું છે કે આ મહિલાઓની રાઇટ ટુ પ્રોપર્ટીને અનદેખુ કરે છે.

  એનડીટીવી પ્રમાણે ગુપ્ત સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ઘાટીના લોકોને ડર સતાવે છે કે જો સુપ્રીમ કોર્ટ આર્ટિકલ 35A સામે નિર્ણય આપે છે તો કાશ્મીરમાં પોલીસ વિદ્રોહ પણ થઇ શકે છે અને અશાંતિ ફેલાઇ શકે છે.

  એક આંકડા પ્રામણે 1947માં જમ્મુમાં 5 હજાર 764 પરિવાર આવ્યાં હતાં. આ પરિવારોને આજ સુધી કોઇ નાગરિક અધિકાર મળ્યાં નથી. 35એના કારણે આ લોકો સરકારી નોકરીઓ પણ કરી શકતા નથી. ન કે તેમના બાળકો સરકારી શિક્ષણ આપતી સંસ્થાઓમાં એડમિશન મેળવી શકે છે.
  Published by:kiran mehta
  First published: