મેઘાલયમાં સેક્સ રેકેટ (meghalaya sex racket)ચલાવવાના કેસમાં આરોપી અને બીજેપી નેતા બર્નાર્ડ એન મારકની ધરપકડ (bernard n marak arrested)કરવામાં આવી છે. બર્નાર્ડ મારકની (bernard n marak)યૂપીના હાપુડથી ધરપકડ કરી છે. હવે મેઘાલય પોલીસની એક ટીમ બર્નાર્ડને લઇ જશે. તે પોતાના ફાર્મ હાઉસ પર રેડ પડ્યા પછી ફરાર હતો. વેસ્ટ ગારો હિલ્સના જિલ્લા પોલીસ અધિક્ષક વિવેકાનંદ સિંહે જણાવ્યું કે બર્નાર્ડની ઉત્તર પ્રદેશમાંથી ધરપકડ કરવામાં આવી છે. હવે એક ટીમ ત્યાં જઇને બર્નાર્ડને લાવશે, હાપુડના એસપી દીપક ભુકરે જણાવ્યું કે બર્નાર્ડને મેઘાલય પોલીસની ટીમને હેન્ડઓવર કરવામાં આવશે.
ગાજિયાબાદ બોર્ડર પાસેથી ધરપકડ કરી
હાપુડના બીજા પોલીસે ઓફિસરે જણાવ્યું કે પિલખુલા પોલીસ અને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ ટીમે બર્નાર્ડને ગાજિયાબાદ બોર્ડર પાસે રહેલા ટોલ પ્લાઝથી પકડ્યો હતો. તે ટીમને ખબર હતી કે બર્નાર્ડ સામે મેઘાલય પોલીસે લુકઆઉટ નોટિસ જાહેર કરી છે. બર્નાર્ડ સામે બિન જામીનપાત્ર વોરન્ટ પણ જાહેર થયું છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે રેઇડ દરમિયાન દારૂની લગભગ 400 બોટલ અને 500થી વધારે કોન્ડોમ મળી આવ્યા હતા. આ દરમિયાન 27 વાહન, 8 ટૂ વ્હિલર, કોસબો અને તીર પણ જપ્ત કર્યા હતા.
રેઇડ દરમિયાન છ સગીર યુવક-યુવતીઓને બચાવ્યા
વેસ્ટ ગારો હિલ્સ જિલ્લાના પોલીસ અધિક્ષક વિવેકાનંદ સિંહે તે સમયે જણાવ્યું હતું કે મારકના સ્વામિત્વવાળા ફાર્મહાઉસ રિંપૂ બાગાન પર રેઇડ કરી હતી. આ દરમિયાન છ સગીર યુવક-યુવતીઓને બચાવ્યા હતા. જેમાં ચાર યુવક અને બે યુવતીઓ સામેલ હતી. આરોપ છે કે આ બાળકો વેશ્યાવૃતિ માટે મેઘાલય બીજેપીના ઉપાધ્યક્ષ બર્નાર્ડ એન મારક અને તેના સહયોગીઓ દ્વારા રિંપૂ બાગાનમાં કેબિન જેવા રૂમમાં બંધ મળી આવ્યા હતા. પોલીસ તપાસ કરી રહી છે.
રિપોર્ટ પ્રમાણે ફાર્મ હાઉસમાં કુલ 33 નાના રૂમ હતા. પોલીસ અધિકારીએ કહ્યું કે આ એ જ સ્થાન છે જ્યાં યુવતીનું યૌન ઉત્પીડન કરવામાં આવ્યું હતું અને આ સંબંધમાં કેસ નોંધવામાં આવ્યા હતો.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર