Meghalaya HC on Rape Case: પીડિતા, જે કેસના ટ્રાયલ સમયે વયસ્ક હતી, તેણે પણ ઉલટતપાસ દરમિયાન જણાવ્યું કે આરોપીએ ઘટના દરમિયાન તેનું અન્ડરવેર કાઢી નાખ્યું ન હતું.
શિલોંગ. મેઘાલય હાઈકોર્ટે (Meghalaya High Court) રેપ કેસ મામલે મહત્વનો ચુકાદો આપતાં એક સગીર છોકરી પર બળાત્કાર કરવા બદલ વ્યક્તિને દોષી ઠેરવ્યો હતો. કોર્ટે વ્યક્તિની એ દલીલને ફગાવી દીધી હતી કે પીડિતાએ ઘટના સમયે અન્ડરગાર્મેન્ટ્સ પહેર્યા હતા એટલે કોઈ જાતીય ઉત્પીડન થયું ન હતું.
આ ચુકાદો 2006ના કેસ સંબંધિત છે, જ્યારે પોલીસ ફરિયાદ બાદ 10 વર્ષની બાળકીની મેડિકલ તપાસમાં દુષ્કર્મનો ખુલાસો થયો હતો. આ ઘટનામાં શંકાસ્પદ ચીરફુલસન સ્નેતાંગને તેની કબૂલાતના આધારે 2018માં નીચલી અદાલત દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યો હતો. તેને 10 વર્ષની જેલ અને 25,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
જો કે, બાદમાં સ્નેતાંગે તેની કબૂલાત પાછી ખેંચી લીધી હતી અને હાઈ કોર્ટમાં આદેશ સામે અપીલ કરી હતી કે અધિકારીઓ દ્વારા તેના શબ્દોનો ખોટો અનુવાદ કરવામાં આવ્યો હતો. તેના વકીલે દલીલ કરી હતી કે તેણે છોકરીના અન્ડરવેર પર માત્ર તેના શિશ્નને ઘસ્યું હતું.
પીડિતા, જે કેસના ટ્રાયલ સમયે વયસ્ક હતી, તેણે પણ ઉલટતપાસ દરમિયાન જણાવ્યું કે આરોપીએ ઘટના દરમિયાન તેનું અન્ડરવેર કાઢી નાખ્યું ન હતું.
ચીફ જસ્ટિસ સંજીબ બેનર્જી અને જસ્ટિસ વનલુરા ડિએન્ગદોહની કોર્ટની ડિવિઝન બેન્ચે જણાવ્યું કે, ‘જો પીડિતાની ઊલટતપાસમાં તેના પુરાવાને ફેસ વેલ્યુ પર લેવામાં આવે તો પણ તેનો અર્થ એવો નથી થતો કે ત્યાં કોઈ પેનિટ્રેટિવ સેક્સ નથી. IPCની કલમ 375 (જે બળાત્કારને અપરાધ તરીકે વ્યાખ્યાયિત કરે છે) હેઠળ કોઇપણ હદ સુધી પેનિટ્રેશન દોષિત ઠરાવવા માટે પૂરતું છે.’
તેમણે ઉમેર્યું કે, ‘IPCની કલમ 375 (બી) મુજબ, મહિલાએ અન્ડરપેન્ટ્સ પહેર્યા હોવા છતાં તેના પ્રાયવેટ પાર્ટમાં કોઇપણ હદ સુધી, કોઇપણ વસ્તુને દાખલ કરવામાં આવે તો પણ તે પેનિટ્રેશન માનીને બળાત્કાર જ કહેવાય.’
ચુકાદાના જવાબમાં, મેઘાલય સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ (SCPCR) ના ભૂતપૂર્વ અધ્યક્ષ અને જાણીતા વકીલ, મીના ખારકોંગરે જણાવ્યું કે આ નિર્ણય યોગ્ય દિશામાં હતો અને આશા વ્યક્ત કરી હતી કે આનાથી આ પ્રકારના હેતુઓ ધરાવતા ગુનેગારો અટકશે.
હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા એક સ્ટેટમેન્ટમાં ખારકોંગરે જણાવ્યું કે, ‘જ્યાં સુધી બળાત્કાર/જાતીય હુમલાનો સંબંધ છે ત્યાં સુધી HCનો ચુકાદો આવકાર્ય છે. જ્યાં સુધી બાળકોનો સંબંધ છે ત્યાં સુધી IPC કલમ 375, 375(B) માં અપીલમાં આપવામાં આવેલો ચુકાદો પોક્સો એક્ટ, 2012 સાથે સુસંગત છે.’
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર