Home /News /national-international /યુક્રેનના PM અને રશિયાના વિદેશ મંત્રીને મળ્યા એસ.જયશંકર, યુદ્ધ સમાપ્ત કરવાની કરી અપીલ

યુક્રેનના PM અને રશિયાના વિદેશ મંત્રીને મળ્યા એસ.જયશંકર, યુદ્ધ સમાપ્ત કરવાની કરી અપીલ

ભારતના વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર. (ફાઈલ તસ્વીર)

ભારતના વિદેશ મંત્રી સુબ્રુમણ્યમ જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યુક્રેનના વડાપ્રધાન ડેનિસ શ્મીહલ અને રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોલ સાથે મુલાકાત કરી છે. યુક્રેનના પીએમ સાથે વાતચીત અંગે મીડિયાને જણાવતા એસ.જયશંકરે કહ્યું કે યુદ્ધને લઈને ચિંતા કરવામાં આવી છે. તેમણે મને યુક્રેન વિશે તેમની ધારણાઓ અને ચિંતાઓથી પરિચિત કરાવ્યો છે. મેં આ સંદર્ભમાં, ભારતની સ્થિતિ પર ચર્ચા કરી. તેમણે એ વાતને બિરદાવી કે આપણે યુદ્ધ ચાલુ રાખવાની વિરુદ્ધ છે અને વાતચીત દ્વારા વિવાદને હલ કરવાના પક્ષમાં છીએ.

વધુ જુઓ ...
    ન્યુયોર્ક: ભારતના વિદેશ મંત્રી સુબ્રુમણ્યમ જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યુક્રેનના વડાપ્રધાન ડેનિસ શ્મીહલ અને રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોલ સાથે મુલાકાત કરી છે. યુક્રેનના પીએમ સાથે વાતચીત અંગે મીડિયાને જણાવતા એસ.જયશંકરે કહ્યું કે યુદ્ધને લઈને ચિંતા કરવામાં આવી છે. તેમણે મને યુક્રેન વિશે તેમની ધારણાઓ અને ચિંતાઓથી પરિચિત કરાવ્યો છે. મેં આ સંદર્ભમાં, ભારતની સ્થિતિ પર ચર્ચા કરી. તેમણે એ વાતને બિરદાવી કે આપણે યુદ્ધ ચાલુ રાખવાની વિરુદ્ધ છે અને વાતચીત દ્વારા વિવાદને હલ કરવાના પક્ષમાં છીએ.

    સંયુક્ત રાષ્ટ્રના સુધારાઓ અંગે પણ કરી વાતચીત

    રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ સાથે પોતાનીવાતચીતમાં જયશંકરે કહ્યું કે અમે ભારત અને રશિયાની વચ્ચે દ્વિપક્ષીય સહયોગ બાબતે ચર્ચા કરી છે. સંયુક્ત રાષ્ટ્રના સુધારાઓ અને યુક્રેન સાથે જોડાયેલા મુદ્દાઓ પર પણ વાત કરી. તેમણે મને રશિયાના પરિપેક્ષ્યથી ઘટનાક્રમ અંગે માહિતી આપી છે. G20 પર પણ ચર્ચા થઈ, કારણ કે તે આગામી થોડા મહિનામાં આયોજિત થવા જઈ રહી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)માં ભારતની સ્થાયી સીટની માંગ પ્રત્યે ગંભીર ચર્ચા કરવામાં સફળ રહ્યાં પછીથી વિદેશ મંત્રીએ એસ જયશંકરે રવિવારે કહ્યું કે સ્ટ્રેટેજીથી યુએનએસવી અને બીજી અન્ય એજન્સીઓમાં થઈ રહેલા સુધારાને રોકી ન શકાય.

    ભારત મોટી ભૂમિક નિભાવવા માટે તૈયાર છે: એસ.જયશંકર

    સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વિદેશ મંત્રીએ પોતના ભાષણમાં કહ્યું કે ભારત તેની મોટી ભૂમિકા ભજવવા તૈયાર છે. તેમણે આંતકવાદનો મુદ્દો ઉઠાવીને ચીનની ટીકા કરતા કહ્યું કે તે આંતકવાદ રોકવાની યુએનમાં ચાલી રહેલી કોશિશમાં અડચણરૂપ બની રહ્યું છે. જોકે વિદેશ મંત્રીએ આખા ભાષણમાં પાકિસ્તાનનો કોઈ ઉલ્લેખ જ કર્યો નથી.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Russia, S Jaishankar, UNGA

    विज्ञापन
    विज्ञापन