પાક મુદ્દે PM મોદી કડક, જિનપિંગને કહ્યું, આતંક અને વાતચીત એક સાથેે નહીં

આ ફોરમથી ભારત, રશિયાને હાથો બનાવી ચીન અને પાકિસ્તાન વચ્ચે વધતી મિત્રતાને રોકવામાં સફળ થઈ શકે છે.

News18 Gujarati
Updated: June 13, 2019, 7:43 PM IST
પાક મુદ્દે PM મોદી કડક, જિનપિંગને કહ્યું, આતંક અને વાતચીત એક સાથેે નહીં
PM મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે બિશ્કેકમાં મુલાકાત કરી
News18 Gujarati
Updated: June 13, 2019, 7:43 PM IST
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગુરૂવારે કાર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં મુલાકાત કરી. બંને નેતાઓ વચ્ચે પાકિસ્તાનને લઈ પણ વાતચીત થઈ. આ મુલાકાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કહ્યું કે, જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદીઓ વિરુદ્ધ એક્શન નથી લેતુ, ત્યાં સુધી તેમની સાથે કોઈ વાતચીત નહીં થાય.

વિદેશ મંત્રાલય અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશેષ રૂપથી રાષ્ટ્રપતિ જિનપિંગને અવગત કરાવ્યા અને સહમતિ વ્યક્ત કરી કે, બંને પક્ષોના સંબંધમાં આશા વધારવાની જરૂરત છે. આ સાથે તેમણે અગામી અનોપચારિક શિખર સમ્મેલન માટે શી જિનપિંગનું સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ વર્ષે ભારત આવવા માટે પોતાની ઉત્સુકતાની પુષ્ટી કરી છે.

કાર્ગિસ્તાનમાં ચાલી રહી છે એસસીઓની બેઠક

તમને જણાવી દઈએ કે, પીએમ મોદી શંઘાઈ સહયોગ સંગઠનના 19માં શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે કાર્ગિસ્તાન પહોંચ્યા છે. અહીં પીએમ મોદીએ અલગથી ચીનના શી જિંનપિંગ સાથે મુલાકાત કરી. સૂત્રો અનુસાર, તે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ મુલાકાત કરશે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન પણ આમાં ભાગ લેશે, પરંતુ પીએમ મોદી તેમની સાથે મુલાકાત કરશે તેવી કોઈ સંભાવના નથી. તમને જણાવી દઈએ કે, પીએમ મોદીએ કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક પહોંચવા માટે પણ પાકિસ્તાનની જગ્યાએ ઓમાનનો રસ્તો પસંદ કરી શિખર સમ્મેલનના થોડા જ સમય પહેલા પાડોશી દેશને સખત સંદેશ આપવાની કોશિસ કરી છે.

અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધ પર થઈ શકે છે. વાત
અમેરિકાએ ઈરાન અને વેનેઝુએલા પર આર્થિક પ્રતિબંધ લગાવ્યો છે. આ બંને દેશ વિશ્વમાં તેલના ત્રીજા અને ચોથા સૌથી મોટા આપૂર્તિકર્તા છે. ભારતમાં આ બંને દેશોથી આવતી તેલની આપૂર્તિ ખુબ મહત્વની છે. અમેરિકાના આર્થિક પ્રતિબંધના કારણે ભારતમાં આયાત બંધ છે.
Loading...

પાકિસ્તાનને એકલું પાડવામાં મળી શકે છે મદદ
ભારતની સામે આ સમયે એક મોટો પડકાર છે પાકિસ્તાન અને ચીનની વધતી મિત્રતાને રોકવી. ભારત સળંગ અમેરિકાની નજીક થતુ જઈ રહ્યું છે. જાહેર છે કે, આ રશિયાને વધારે પસંદ નહીં આવે. તો પણ આ ફોરમથી ભારત, રશિયાને હાથો બનાવી ચીન અને પાકિસ્તાન વચ્ચે વધતી મિત્રતાને રોકવામાં સફળ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, ચીન બેલ્ટ એન્ડ રોડ યોજના દ્વારા આ વિસ્તારમાં અબજો રૂપિયાનું રોકાણ કરી રહ્યું છે.
First published: June 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...