ભારત અને પાકિસ્તાનના વિદેશમંત્રી આ મહિનાના અંતમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સિવાય ન્યૂયોર્કમાં મળશે. વિદેશ મંત્રાલયે સોમવારે આની જાણકારી આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, સુષ્મા સ્વરાજ અને પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીની મુલાકાત આ મહિનાના અંતમાં થશે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે પોતાના નિવેદનમાં કહ્યું કે, પાકિસ્તાન સરકારના અનુરોધ પર ભારત મીટિંગ માટે તૈયાર છે. આ વિદેશમંત્રી સ્તરની બેઠક હશે. જોકે, તેમણે કહ્યું છે કે, આ માત્ર મીટિંગ છે. પાકિસ્તાન તરફથી રિક્વેસ્ટ આવી હતી, જેથી આ મીટિંગને વાતચીત ન સમજવામાં આવે.
પાકિસ્તાન પીએમ દ્વારા ભારતને લખવામાં આવેલી ચિટ્ઠીના મુદ્દા પર વિદેશ મંત્રાલયના સચિવ રવીશ કુમારે પ્રેસ કોન્ફરન્સ કરી સ્પષ્ટીકરણ આપ્યું. રવીશ કુમારે કહ્યું કે, પ્રધાનમંત્રીએ ઈમરાન ખાનને શુભેચ્છા આપવા માટે ચિઠ્ઠી લખી હતી, જ્યારે તે પીએમ બન્યા હતા ત્યારે. આ ચિઠ્ઠી તેનો જવાબ છે, જે 17 સપ્ટેમ્બરે પાક હાઈકમિશ્નરે વિદેશ મંત્રીને આપી હતી. આના આધાર પર પાકિસ્તાનની રિક્વેસ્ટ પર ભારત અને પાકિસ્તાનના વિદેશમંત્રીની મુલાકાત થશે. આ મુલાકાત ન્યૂયોર્કમાં યૂએનજીએની સમિટમાં થશે.
રવીશ કુમારે કહ્યું કે, આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી ચાલુ રહેશે, જ્યાં સુધી પાકિસ્તાનમાં સાર્ક સમિટમાં જવાનો પ્રશ્ન છે, તો હાલમાં પાકિસ્તાનમાં તેવો માહોલ નથી. રવિશ કુમારે કહ્યું કે, બીએસએફના જવાનની હત્યા ખુબ ખરાબ બાબત છે. બીએસએફએ પોતાની સમકક્ષ સામે આ મુદ્દો રજૂ કર્યો છે. પાકિસ્તાન સામે ઉચિત ફોરમમાં ભારત પોતાની વાત રાખશે.
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખી વાતચીત કરવાની ભલામણ કરી છે. ઈમરાન ખાને આ ચિઠ્ઠીમાં પીએમ નરેન્દ્ર મોદી સામે આ મહિનાના અંતમાં સંયુક્ત રાષ્ટ્રસભાની બેઠકમાં બંને પડોશીયો વચ્ચે વાતચીત શરૂ કરવામાં આવે તેવી માંગ પણ કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર