Home /News /national-international /Chandrayaan 2: વિક્રમ લૅન્ડરના કાટકાળને શોધવામાં ચેન્નઈના આ એન્જિનિયરે કરી મદદ, NASAએ ક્રેડિટ આપી

Chandrayaan 2: વિક્રમ લૅન્ડરના કાટકાળને શોધવામાં ચેન્નઈના આ એન્જિનિયરે કરી મદદ, NASAએ ક્રેડિટ આપી

ચેન્નઈના મિકેનિકલ એન્જિનિયર શનમુગા સુબ્રમણ્યમ પહેલી વ્યક્તિ છે જેણે વિક્રમ લૅન્ડરના કાટમાળની ઓળખ કરી

ચેન્નઈના મિકેનિકલ એન્જિનિયર શનમુગા સુબ્રમણ્યમ પહેલી વ્યક્તિ છે જેણે વિક્રમ લૅન્ડરના કાટમાળની ઓળખ કરી

    નવી દિલ્હી : ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)ના મહાત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન-2 (Chandrayaan-2)ના લૅન્ડર વિક્રમ (Vikram Lander)નો કાટમાળ અંતે શોધી લેવામાં આવ્યો છે. અમેરિકાની અંતરિક્ષ અજેન્સી નાસા (NASA)ના લૂનર રિકનેસેંસ ઑર્બિટર (LRO)એ ચંદ્ર (Moon)ની સપાટી પર વિક્રમ લૅન્ડરનો કાટમાળ શોધ્યો. નાસાએ વિક્રમનો કાટમાળ શોધવાની ક્રેડિટ ચેન્નઈના એક મિકેનિકલ એન્જિનિયરન શનમુગા સુબ્રમણ્યમ (Shanmuga Subramanian)ને આપી છે. નોંધનીય છે કે, ચંદ્રયાન-2ના વિક્રમ લૅન્ડરનો કાટમાળ ક્રેશ સાઇટથી 750 મીટર દૂર ત્રણ ટુકડામાં મળ્યો છે.

    નાસાએ પોતાના નિવેદનમાં કહ્યું કે, 26 સપ્ટેમ્બરે ક્રેશ સાઇટની એક તસવીર જાહેર કરવામાં આવી હતી અને વિક્રમ લૅન્ડરના સિગ્નલ્સની શોધખોળ કરવા માટે લોકોને બોલાવવામાં આવ્યા હતા. નાસાએ વધુમાં જણાવ્યું કે, ચેન્નઈના 33 વર્ષીય મિકેનિકલ એન્જિનિયર શનમુગા સુબ્રમણ્યમ જ પહેલી વ્યક્તિ છે જેણે કાટકાળની ઓળખ કરી.

    નાસાએ ઉમેર્યું કે, શનમુગા સુબ્રમણ્યમે જ અમારા LRO પ્રોજેક્ટ સાથે સંપર્ક કર્યો. તેઓએ મુખ્ય ક્રેશ સાઇટના ઉત્તર-પશ્ચિમમાં લગભગ 750 મીટરના અંતર પર સ્થિત કાટમાળની ઓળખ કરી હતી. આ પહેલા મોઝેકમાં એક ઉજ્જવળ પિક્સલ ઓળખ હતી.

    શનમુગા સુબ્રમણ્યમે આવી રીતે વિક્રમનો કાટમાળ શોધ્યો

    ન્યૂઝ એજન્સી AFP સાથે વાત કરતાં શનમુગા સુબ્રમણ્યમ ઉર્ફે શાને જણાવ્યું કે, નાસાએ 14-15 ઑક્ટોબર અને 11 નવેમ્બરને બે તસવીરો જાહેર કરી હતી. હું મારા બંને લૅપટૉપ પર બે તસવીરોની સાઇડ-બાય-સાઇડ તુલના કરી રહ્યો હતો...એક તરફ વિક્રમ લૅન્ડરની જૂની તસવીર હતી, બીજી તરફ નવી તસવીર હતી, જે નાસાએ જાહેર કરી હતી. મને ટ્વિટર અને રેડિટ યૂઝર્સથી ઘણ મદદ મળી.

    આ પણ વાંચો, Chandrayaan 2: નાસાએ શોધી કાઢ્યો વિક્રમ લૅન્ડરનો કાટમાળ, ક્રેશ સાઇટથી 750 મીટર દૂર મળ્યા 3 ટુકડા

    શનમુગાએ કહ્યુ કે, આ ખૂબ મુશ્કેલ હતું પરંતુ હું પ્રયાસ કરતો રહ્યો. પરિણામ પર પહોંચ્યા બાદ મેં 3 ઑક્ટોબરે ટ્વિટર પર તેની જાહેરાત કરી. જોકે, જાણકારી સાર્વજનિક કરતાં પહેલા નાસા 100 ટકા આશ્વસ્ત થવા માંગતું હતું. તેથી આ જાણકારી આપતાં પહેલા રાહ જોવામાં આવી. આ દરમિયાન નાસાએ જાતે ફેક્ટ ચેકિંગ કર્યું. સમગ્રપણે આશ્વસ્ત થયા બાદ 3 ડિસેમ્બરને નાસાએ ટ્વિટ કરીને વિક્રમ લૅન્ડરના કાટમાળની જાણકારી આપી. સાથોસાથ શનમુગા સુબ્રમણ્યમને તેની ક્રેડિટ પણ આપી.

    શનમુગા સુબ્રમણ્યમનું કહેવું છે કે, નાસા દ્વારા પોતાના દમ પર લૅન્ડરને શોધવામાં અસમર્થતાએ જ તેની રૂચિ જગાવી દીધી. તેણે AFP સાથેની વાતચીતમાં જણાવ્યું કે, મેં વિક્રમ લૅન્ડરને શોધવા માટે અથાગ મહેનત કરી. હું ખૂબ ખુશ છું. મને હંમેશા સ્પેસ સાયન્સમાં રસ રહ્યો છે. હું ક્યારે પણ કોઈ ઉપગ્રહને લૉન્ચને મિસ નથી કરતો.

    આ પણ વાંચો, દેશમાં મહિલાઓ માટે ચિંતાજનક સ્થિતિ, દર 6 મિનિટમાં છેડતી અને 16 મિનિટમાં દુષ્કર્મની ઘટના
    First published: