કોણ છે સંજય બારુ, જેમણે મનમોહન પર લખેલા પુસ્તક પરથી જ બની છે ફિલ્મ

 • Share this:
  સંજય શ્રીવાસ્તવા, ન્યૂઝ18 હિન્દી

  સંજય બારુ ફરી એકવાર ચર્ચામાં છે, તેમણે લખેલા પુસ્ત ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર પર ફિલ્મ રીલિઝ થનારી છે, ફિલ્મને લઇને વિવાદ તો છેડાઇ ચૂક્યો છે, જો કે જ્યારે બારુએ 2014 પહેલા પોતાનું પુસ્તર પ્રકાશિત કર્યું હતું ત્યારે પણ ટાઇમિંગ અને કન્ટેટ પર વિવાદ થયો હતો. તેમની મંશા પર સવાલ ઉભા થયા હતા. હવે બારુના પુસ્તક ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર પરથી બનેલી ફિલ્મના ટાઇમિંગ પર પણ સવાલ ઉઠી રહ્યાં છે, આ ફિલ્મ વર્ષ 2019ની લોકસભા ચૂંટણીના થોડા મહિના પહેલા રીલિઝ થશે.

  બારુ જાણીતા અર્થશાસ્ત્રી અને પત્રકાર હતા, પરંતુ આ પુસ્તક લખ્યા બાદ તેમની ઓળખ રાજનીતિક લેખક તરીકે વધુ કરવામાં આવે છે. તેઓ દેશના જાણીતા ઇકોનોમિક ન્યૂઝપેપર ધ ઇકોનોમિક ટાઇમ્સમાં એસોસિએટ એડિટર હતા. તેઓ બિઝનેસ સ્ટાન્ડર્ડમાં ચીફ એડિટર પણ રહ્યાં હતા.

  મનમોહન કેમ બારુને ભરોસા લાયક માનતા

  બારુને મનમોહન લાંબા સમયથી ઓળખતા હતા, જેના લીધે મનમોહનને લાગ્યું કે સંજય પર તેઓ વિશ્વાસ કરી શકે છે. આ કારણે જ તેઓને પીએમઓમાં મીડિયા સલાહકાર અને મુખ્ય પ્રવક્તા બનાવવામાં આવ્યા. પરંતુ બારુએ ગત લોકસભા ચૂંટણી પહેલા જ મનમોહન પર પુસ્તક લખી વિશ્વાસઘાત જેવી સ્થિતિનું નિર્માણ કર્યું. જેનો સીધો ફાયદો મોદી લહેર અને ભાજપને થયો. પુસ્તકનું પ્રકાશન થયા બાદ મનમોહન સિંહની પુત્રી ઉપિંદર સિંહે વિશ્વાસઘાત ગણાવ્યો હતો.  વર્ષ 2004માં મનમોહનના મીડિયા સલાહકાર બન્યા

  બારુ મે 2004માં વડાપ્રધાનના મીડિયા સલાહકાર બન્યા હતા. તેઓ ઓગસ્ટ 2008 સુધી આ પોસ્ટ પર રહ્યાં. આ દરમિયાન તેમનું ધ્યાન પીએમઓના કામકાજ પર પણ રહ્યું. તેઓ તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહની સાથે તમામ વાતચિત અને મુલાકાત દરમિયાન સાથે રહેતા હતા. માત્ર મીડિયા સલાહકાર હોવાની સાથે તેઓ પીએમના મુખ્ય પ્રવક્તા પણ હતા.

  પદ પરથી હટ્યા બાદ બારુએ પુસ્તક લખવાનું શરૂ કર્યું. જો કે શરૂઆતમાં આ વાતની જાણ કોઇને ન થવા દીધી. ત્યારબાદ તેમના પુસ્તક બજારમાં આવવા લાગ્યા તેના થોડા દિવસો પહેલા જ લોકોને બારુ વિશે જાણવા મળ્યું.

  આ દરમિયાન તેઓએ ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે પુસ્તક લખવા માટે તેઓએ અનેક લોકો સાથે મુલાકાત કરી હતી. તેઓએ આ પુસ્તક લખી ન તો કોઇ ગોપનીયતા તોડી અને ન કોઇ ખોટું કામ કર્યું છે, તેઓએ એમ પણ કહ્યું કે તેઓ જેટલું જાણતા હતા તેનાથી માત્ર 50 ટકા જ લખ્યું છે. તેઓએ એમ પણ કહ્યું કે તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહન સિંહે જે વાતને ગોપનીય જણાવી હતી તેને પુસ્તકમાં છૂપાવવામાં જ આવી છે.

  64 વર્ષના બારુએ પીએમના મીડિયા સલાહકાર પદ પરથી હટ્યા બાદ અનેક મુખ્ય પોઝિશન્સ પર કામ કર્યું. બારુ 2017માં ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એટલે ફિક્કીના જનરલ સેક્રેટ્રી બન્યા પરંતુ માત્ર 9 મહિનામાં જ આ પોઝિશન છોડવી પડી. સંજય બારુને ઓળખનારા લોકોનું કહેવું છે કે તેઓ દરેક શબ્દ સમજી વિચારીને જ બોલે છે.

  બારુના પિતા અને મનમોહન મિત્ર હતા

  રોચક વાત છે કે બારુના પિતા બીપીઆર વિઠલ મનમોહનના મિત્રો હતા. બંનેએ સાથે કામ કર્યું. વિઠલ ત્યારે વિત્ત અને યોજના સચિવ હતા જ્યારે મનમોહન સિંહ ભારત સરકારમાં વિત્ત સચિવ હતા. બંનેના પરિવારો વચ્ચે સારા સંબંધો હતા. મનમોહન લાંબા સમયથી સંજય બારુને ઓળખતા હતા. આથી સંજય તેમની નજરમાં આવ્યા. બારુનો પરિવાર કેરળમાંથી આવે છે, ત્યાં જ તેઓએ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.
  Published by:Sanjay Vaghela
  First published: