જાણો કોણ છે, જેફ બેઝોસના મહત્ત્વકાંક્ષી મિશનનો ભાગ બનનારી ભારતની સંજલ ગાવંડે

જાણો કોણ છે, જેફ બેઝોસના મહત્ત્વકાંક્ષી મિશનનો ભાગ બનનારી ભારતની સંજલ ગાવંડે
Meet Sanjal Gavande: મુંબઈમાં જન્મેલી સંજલ ગાવંડેએ બાળપણમાં જ સ્પેસશિપ બનાવવાનું સપનુ જોયું હતું, જાણો તેના જીવન વિશે બધું જ

Meet Sanjal Gavande: મુંબઈમાં જન્મેલી સંજલ ગાવંડેએ બાળપણમાં જ સ્પેસશિપ બનાવવાનું સપનુ જોયું હતું, જાણો તેના જીવન વિશે બધું જ

  • Share this:
Story of Sanjal Gavande: વિશ્વના સૌથી અમીર વ્યક્તિ અને અમેઝોનના(Amazon) સંસ્થાપક જેફ બેઝોસ(Jeff Bezos) મંગળવારે અંતરીક્ષની 10 મિનિટની યાત્રા કરીને પરત ફર્યા છે. તેમની સાથે અન્ય 3 વ્યક્તિઓમાં તેમના ભાઇ માર્ક, 82 વર્ષીય એવિયર વેલી ફંક અને એક ડચ એન્જીનીયરે પણ ઉડાન ભરી હતી. હાલમાં જ અંતરિક્ષની યાત્રા કરનાર વર્જિન ગેલેક્ટિકના રિચર્ડ બ્રેનસન બાદ જેફ બેઝોસ પોતાના રોકેટમાં યાત્રા કરનાર વિશ્વના બીજા વ્યક્તિ બની ગયા છે. જેફ બેઝોસ સ્પેસ રોકેટ ન્યૂ શેફર્ડ બનાવનાર કંપની બ્લૂ ઓરિજીન (Blue Origin)ના સંસ્થાપક પણ છે. આ સબઓર્બિટલ સ્પેસશિપ તેમને અંતરિક્ષની યાત્રાએ લઇ ગયું હતું. બ્લૂ ઓરિજીનની આ સ્પેસશિપને 13 એન્જીનિયરોની ટીમે તૈયાર કર્યુ હતું. જેમાં ભારત માટે ગર્વની વાત એ છે કે ભારતના મહારાષ્ટ્ર (Maharashtra)માં જન્મેલી એન્જીનિયર સંજલ ગાવંડે (Sanjal Gavande) નામની યુવતી પણ આ ટીમમાં સામેલ હતી.

મહારાષ્ટ્રમાં થયો છે જન્મ30 વર્ષીય સંજલ ગાવંડેનો જન્મ મુંબઈના કલ્યાણમાં થયો હતો. તે સ્પેસફ્લાઇટ સર્વિસ કંપનીમાં સિસ્ટમ એન્જીનિયર છે અને બાળપણથી જ તેણે એક સ્પેસશિપ બનાવવાનું સપનુ જોયું હતું. તેના પિતા અશોક ગાવંડે કલ્યાણ-ડોંબીવલી મ્યૂનિસિપલ કોર્પોરેશનના નિવૃત્ત કર્મચારી છે અને માતા સુરેખા ગાવંડે નિવૃત્ત MTNL કર્મચારી છે.

આ પણ વાંચો, ભગવાન ગણેશની ભક્તિમાં ડૂબી ગયો ખ્રિસ્તી શખ્સ, બે કરોડમાં બંધાવ્યું ભવ્ય સિદ્ધિ વિનાયક મંદિર


મુંબઇ યુનિવર્સિટીમાં સંજલે મિકેનિકલ એન્જીનીયરિંગમાં બેચલર કર્યુ અને બાદમાં તે વધુ અભ્યાસ માટે વર્ષ 2011માં અમેરિકા ગઇ હતી. જ્યાં તેણે મિશિગન ટેક્નોલોજીકલ યૂનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવી હતી.

મર્ક્યુરી મરીનમાં એનાલિસીસ એન્જીનીયર તરીકે કર્યુ કામ

માસ્ટર્સ પૂર્ણ કર્યા બાદ સંજલે મરક્યુરી મરીનના મરીન ઇન્ડિયન ડિવિઝનમાં વિસ્કોન્સિન ખાતે ડિઝાઇન એનાલિસીસ એન્જિનીયર તરીકે કામ કર્યુ હતું. ત્યાર બાદ તેણે કેલિફોર્નિયાના ઓરેન્જ સિટીમાં ટોયોટા રેસિંગ ડેવલપમેન્ટ માટે મિકેનિકલ ડિઝાઇન એન્જિનીયર તરીકે કામ કર્યુ. વર્ષ 2016માં સંજલે કોમર્શિયલ પાયલોટનું લાઇસેન્સ મેળવ્યું. વર્ષ 2021માં સંજલને કેલિફોર્નિયાના ઓરેન્જ કાઉન્ટી દ્વારા 'પાયલોટ ઓફ ધ યર 2021' તરીકે સન્માનિત કરવામાં આવી હતી.


આ પણ વાંચો, રાજ કુન્દ્રા કેસમાં શિલ્પા શેટ્ટીની પણ છે ભૂમિકા? પોલીસે ખોલ્યું મોટું રહસ્ય

નાસામાં કર્યુ હતું નોકરી માટે આવેદન

સંજલે 2016માં કોમર્શિયલ પાયલોટનું લાયસન્સ મેળવ્યા બાદ નાસામાં (NASA)માં જોબ માટે અરજી કર્યુ હતું, પરંતુ નાગરિકતાના કારણે તેની પસંદગી થઇ નહીં. ત્યાર બાદ તેણે બ્લૂ ઓરિજીનમાં જોબ માટે એપ્લાય કર્યુ અને તેને સિસ્ટમ એન્જિનીયર તરીકે પસંદ કરવામાં આવી. ત્યાર બાદ તેને ન્યૂ શેપર્ડ પ્રોજેક્ટનો ભાગ પણ બનાવવામાં આવી.
Published by:News18 Gujarati
First published:July 21, 2021, 11:44 IST

ટૉપ ન્યૂઝ