આ છે હનુમાન ભક્ત મુસ્લિમ મહિલા, આરતીથી લઇને વંદેમાતરમનું કરે છે ગાન

News18 Gujarati
Updated: July 24, 2019, 10:49 AM IST
આ છે હનુમાન ભક્ત મુસ્લિમ મહિલા, આરતીથી લઇને વંદેમાતરમનું કરે છે ગાન
શાહીન પરવેઝ

શાહીન કુંભ સ્નાનને પોતાની જિંદગીની સૌથી યાદગાર ક્ષણ ગણાવે છે. તેનું કહેવું છે કે હનુમાન ભક્ત હોવાથી અને આરતી ગાવાથી તેને ધમકીઓ મળતી રહે છે.

  • Share this:
આજકાલ અલી અને બલી પર ખલબલી મચી છે. આવા માહોલ વચ્ચે અમે તમને એક મુસ્લિમ મહિલા સાથે મુલાકાત કરાવીએ છીએ. આ મુસ્લિમ મહિલા નમાઝ અદા કરવાની સાથે સાથે હનુમાન ચાલીસા પણ કરે છે. તેના ઘરમાં હનુમાનજીની મૂર્તિ પણ છે, તે મંદિર જઈને આરતી પણ કરે છે. એટલું જ નહીં તે પડકાર ફેંકીને કહે છે કે તે ધર્મનો ઠેકો લઈને ફરતા કોઈ પણ લોકોથી ડરતી નથી.

હનુમાન ભક્ત મુસ્લિમ મહિલા

હકીકતમાં દેશમાં એક બાજુ અલી અને બલીને લઈને બબાલ ચાલી રહી છે ત્યારે દેશમાં અમુક એવા લોકો પણ છે જેઓ હિન્દુ-મુસ્લિમ એકતાનો સંદેશ આપે છે. આ જ કડીમાં એક નામ મેરઠની શાહીન પરવેઝનું આવે છે. શાહીન નમાઝ પઢે છે, સાથે સાથે તેના ઘરમાં હનુમાનજીની મૂર્તિ પણ છે. તે આરતી કરી છે અને હનુમાન ચાલીસાનું પઠન પણ કરે છે.શાહીન કુંભ સ્નાનને પોતાની જિંદગીની સૌથી યાદગાર ક્ષણ ગણાવે છે. તેનું કહેવું છે કે હનુમાન ભક્ત હોવાને કારણે અને આરતી કરવાને બદલે તેને ધમકીઓ મળતી રહે છે. જોકે, તેણી ધર્મના કથિત ઠેકેદારોથી ડરતી નથી.

શાહીન વંદેમાતરમ પણ ગાય છે, શાહીનને પોતાની જાત પર ગર્વ છે કે તેણી દેશભક્ત અને હનુમાનભક્ત છે. આ ઉપરાંત શાહીન છૂટાછેડા થયેલી મહિલાઓની મદદ માટે હંમેશા તત્પર રહે છે. એટલું જ નહીં શાહીન હલાલા જેવા રિવાજોનો પણ ખુલ્લીને વિરોધ કરે છે. શાહીને ખરેખર સાબિત કરી બતાવ્યું છે કે આ વિશ્વ પર સૌથી મોટો ધર્મ માણસાઇ છે.
First published: July 24, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...