ગજબ કે' વાય: આ ભાઈની બોડી છે કે રબ્બર, જે રીતે શરીરને વાળે છે તે જોઈને ચોંકી જશો
jaures kombila
આફ્રીકી દેશ ગબોના રહેવાસી જૌરેસ કોમ્બિલા વ્યવસાયે કંટોશનિસ્ટ છે. તેના સેંકડો વીડિયો તે ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કરે છે. જ્યારે આપ જોશો તો, વિશ્વાસ નહીં કરી શકશો.
યોગ આપના શરીરને લચીલું બનાવી દે છે, એ વાત તો આપે સાંભળી હશે, પણ લચીલું શરુર રબરની માફક મરોડી શકાય, એવું વિચાર્યું નહોતું. દુનિયામાં ફ્લેક્સિબલ બોડીના કારણે ખ્યાતનામ જોરેસ કોમ્બિલાની કહાની ગજબ છે. આપ તેની ક્ષમતા જોઈને હેરાન રહી જશો.
વિશ્વાસ નહીં કરી શકશો
આફ્રીકી દેશ ગબોના રહેવાસી જૌરેસ કોમ્બિલા વ્યવસાયે કંટોશનિસ્ટ છે. તેના સેંકડો વીડિયો તે ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કરે છે. જ્યારે આપ જોશો તો, વિશ્વાસ નહીં કરી શકશો. એક શખ્સ પોતાના શરીરને એ હદે લચીલુ બનાવેલું છે. તે કહે છે કે આપ વિચારી પણ નહીં શકો, હું મારા શરીરને કેટલુ અને કેવી રીતે વાળી શકુ છું. આપને જણાવી દઈએ કે, કંટોર્શન એક પરફોર્મેંસ આર્ટ છે. જેને પરફોર્મ કરનારાઓને કંટોશનિસ્ટ કહેવાય છે.
મજાક ઉડાવામાં આવી
બીબીસી સાથે વાત કરતા જૌરેસ કહે છે કે, આ બધું એટલુ પણ સરળ નથી. મારી મજાક ઉડાવામાં આવતી. ત્યાં સુધી કે, સામાજિક બહિષ્કાર પણ થયો. લોકોને તમામ પ્રકારની ટિકા કરી. અમુકે તો ભૂત પ્રેત પણ કહ્યો. પણ મારી આ અનોખી રીતથી હું આજીવિકા ચલાવું છે. હવે આજ મારી જીવનશૈલી છે. સોશિયલ મીડિયા પર મારા વીડિયો જોઈને લોકો માટે શો માટે આમંત્રણ આપે છે. આ પૈસાથી મારુ જીવન ચાલે છે. મને આ કામમાં ખુશી મળે છે. હું કેટલાય લોકોને ટ્રેનિંગ આપું છું.
ફક્ત સાત વર્ષની ઉંમરથી આ કલામાં પારંગત જેરેસે ઝણાવ્યું કે, તેની બોડી એટલી ફ્લેક્સિબલ છે કે, તે પોતાના આખા શરીરને રબની માફક ખેંચી શકે છે. તે પોતાના હાથ, માથુ અને પગને 180 ડિગ્રીના એંગલથી કોઈ પણ દિશામાં ફેરવી શકે છે. તેમણે કહ્યું કે, હું હાલમાં હજુ પણ સુધારો કરી રહ્યો છું. અને શાનદાર બનાવાથી આ આર્ટને દુનિયાની સામે રાખી શકું. ઘણી વાર હું મારા પગને ડોક પર રાખી લઉ છું. આ અભ્યાસના કારણે થઈ શક્યું છે. જો કે, મારા પરિવારને લાગે છે કે, કોઈ ખેલ નથી અને તેનાથી જિંદગી ચલાવી પણ ન શકાય. મારી માતા તો નિરાશ પણ થઈ જાય છે. પણ હું ખુશ છું.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર