નવી દિલ્હી : બાઇજૂસ યંગ જીનિયસનો (Byju's Young Genius)બીજો એપિસોડ 23 જાન્યુઆરીએ પ્રસારિત થયો હતો. આ એપિસોડમાં દર્શકોની મુલાકાત 13 વર્ષની અશ્વિતા બિજુ (Aswatha Biju)સાથે થઈ હતી. બીજુને ભારતની સૌથી નાની ઉંમરની પેલેયેનટોલોજિસ્ટ એટલે કે જીવાશ્મ વિજ્ઞાની કહેવામાં આવે છે. આટલું જ નહીં તેણે ઘણી નાની ઉંમરમાં ઘણા મોટા રેકોર્ડ્સ પોતાના નામે કરી લીધા છે. તેની સાથે આ એપિસોડમાં રાજસ્થાનના જોધપુરની રહેવાસી પૂજા બિશ્નોઇ (Pooja Bishnoi) પણ હતી. બિશ્નોઈ હાલ ઓલિમ્પિકની તૈયારીમાં લાગેલી છે.
તમિલનાડુના ચેન્નઈમાં રહેતી અશ્વિતા બિજુ શ્રી ચૈતન્ય ટેક્નો સ્કૂલ પલવક્કમમાં અભ્યાસ કરે છે. તેને ફક્ત 13 વર્ષની ઉંમરમાં જ ગ્લોબલ ચાઇલ્ડ પ્રોડિજી એવોર્ડથી સન્માનિત કરવામાં આવી ચૂકી છે. અશ્વિતા બિજુ કરોડો વર્ષ જૂની ચીજોમાં ડાયનાસોરની સાબિતી શોધી લે છે. તેની આ ક્ષમતાને કારણે તેને જીવાશ્મ ગર્લ પણ કહેવામાં આવે છે. પોતાના સફર વિશે બિજુએ કહ્યું હતું કે તે જ્યારે 5 વર્ષની હતી ત્યારે તેના પિતાએ એક એનસાઇક્લોપીડિયા લાવીને આપ્યું હતું. તે સમયે તે વાંચી શકતી ન હતી પણ અલગ-અલગ બુકમાંથી તસવીરો જોવી ઘણી પસંદ હતી.
તે જણાવે છે કે આ રીતે તસવીર જોતા તેની આંખો અચાનક એક પેજ પર અટક ગઈ હતી, જ્યાં ફોજિલાઇઝ્ડ અમોનાઇનટની તસવીર હતી. આ ઓર્ગેનિઝ્મના કારણે જ પેલિયેંટોલોજી ફિલ્ડમાં તેનો રસ વધ્યો હતો. 11 વર્ષની ઉંમર થતા તેને ખબર પડી કે વર્ષોથી જોયેલા ઓર્ગેનિઝ્મ ફોજિલ્સ હતા. તેણે જણાવ્યું કે પેલિયેંટાલોજી ફિલ્ડ ભારતમાં ઘણું લુપ્ત છે. જ્યારે તે વિશે ખબર પડી તો તેણે આ સંબંધમાં જાગૃતિ ફેલાવવા માટે કામ શરુ કર્યું. અશ્વિતા કહે છે કે તેના માતા-પિતાને આ કામથી કોઈ પરેશાની નથી. તમે જ્યારે કોઈ ચીજને અડશો અને શીખશો નહીં , ત્યાં સુધી આપણે તેના વિશે કશું જાણી શકીશું નહીં. " isDesktop="true" id="1068738" >
આ પહેલા દર્શક બાઇજૂસ યંગ જીનિયસ સિરીઝમાં એક સમયમાં બે પિયાનો વગાડનાર લિડિયન નાદસ્વરમ (Lydian Nadhasawaram)અને હ્યુમન એટલસ ગણાતી મેઘાલી માલવિકાને (Meghali Malabika) જોઈ ચૂક્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર